ગુજરાત
મિત્રએ વ્યાજે આપેલા 20 હજારની ઉઘરાણી કરી યુવાનને છરીના ઘા ઝીંક્યા
ચાર મહિના વ્યાજ આપ્યું, છતાં વ્યાજખોર મિત્ર ધરાતો નથી, યુવાન સારવારમાં ખસેડાયો
વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા તમામ પોલીસ મથક વિસ્તારના ઝોનના લોક દરબારનું આયોજન કરાયુ હતુ. તેમજ છતાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવી રહ્યો છે. રાજકોટ શહેરના હરીધવા રોડ પર રહેતા યુવાને વ્યાજખોર મિત્ર પાસેથી 20 હજાર વ્યાજે લીધા હતા આ નાણાની ચાર મહિના સુધી વ્યાજ ભર્યા બાદ વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી યુવાને ગ્રીનલેન્ડ ચોકડી પાસે લઈ જઈ છરીના ઘા ઝીંકી દીધા હતા. આ માલે બી ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.
હરીધ્વા રોડ પર આવેલી પારસ સોસાયટીમાં રહેતા પીયુષભાઈ ધીરુભાઈ ઠુમ્મર (પટેલ) નામના 38 વર્ષના યુવાને રાત્રીના સમયે ગ્રીનલેન્ડ ચોકડી પાસે પાણીના ટાંકાની અંદર હતો ત્યારે મિત્ર નરેશ સોજીત્રા ઉર્ફે પ્રેમ દ્વારા છરી વડે માર મારતા ખભે, હાથે અને છાતીના ભાગે ઘા ઝીંકતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ મામલે પીયુષે જણાવ્યું હતુ ંકે, પોતે મજુરી કામ કરે છે.
તેમને પૈસાની જરૂર હોય જેથી તેમના મિત્ર નરેશ સોજીત્રા પાસેથી 20 હજાર વ્યાજે લીધા હતા. ગઈકાલે ઉઘરાણી કરતા નાણા ન આપતા નરેશે પૈસાની ઉઘરાણી કરી થોરાળામાંથી હોન્ડામાં બેસાડી લઈ ગયા બાદ ગ્રીનલેન્ડ ચોકડી પાસે તેમને છરીના ઘા ઝીંકી દીધા હતાં. આ મામલે બી ડિવિઝન પોલીસે યુવાનનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.