રાજકોટ મનપાના નવા હોદ્દેદારોનું પરબીડિયું 28મીએ ખૂલશે

નામ પર હજુ પણ સસ્પેન્સ : ભાજપના સરપ્રાઈઝ ફેક્ટર પર દરેકની મીટ મંડાઈ, એજન્ડા તૈયાર કરવા સરકારની તંત્રને સૂચના સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવે જનરલ બોર્ડની…

નામ પર હજુ પણ સસ્પેન્સ : ભાજપના સરપ્રાઈઝ ફેક્ટર પર દરેકની મીટ મંડાઈ, એજન્ડા તૈયાર કરવા સરકારની તંત્રને સૂચના

સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવે જનરલ બોર્ડની બેઠક પૂર્વે પક્ષના મેન્ડેટ સાથેના નામની જાહેરાત કરે તેવી સંભાવના

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા તેને પણ ખાસો સમય વીતી ગયો છે અને હજી સુધી નામ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ત્યારે એ વાત તો યથાર્થ ઠરી છે કે 28મી એ જ્યારે રાજકોટ સહિતની અન્ય મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વર્ણી થશે ત્યારે જ સસ્પેન્સ ખુલશે. હાલ અનેકવિધ અટકળો નામોને લઈને ચાલી રહી છે પરંતુ ભાજપ હાર આપે છે સસ્પેન્સ અને સરપ્રાઈઝ આપવામાં જ માહિર છે ત્યારે હવે કોઈ પણ શક્યતા કરવી તે પણ યોગ્ય નથી. 28મીની બોર્ડ બેઠકમાં જે જ્યારે પરબીડિયું ખુલશે ત્યારે જ મેયર સહિતના હોદ્દેદારોની વર્ણી થશે.

હાલ પ્રદેશ ભાજપ દ્વારા અનેકવિધ સમીકરણોને ધ્યાને લેવામાં આવી રહ્યા છે અને તે મુજબ જ હાલ હોદ્દેદારોના નામોની વર્ણી કરવામાં આવે તે દિશામાં પગલાંઓ લેવાય રહ્યા છે અન્ય મહાનગરપાલિકાઓના સમીકરણોને ધ્યાને રાખી રાજકોટ મનપાના હોદ્દેદારોની નીતિ કરવામાં આવશે જે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ કરાશે તેવી રાજકીય વર્તુળોમાં હાલ ચર્ચા થઈ રહી છે.

28મીએ રાજકોટ મનપાના પદાધિકારીઓની વરણી થઈ શકે છે. ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની પણ 28 મીએ જાહેરાત કરી દેવામાં આવે તેવું જણાઈ રહ્યું છે. રાજકીય વર્તુળોમાં હાલ જે ચર્ચા થઈ રહી છે તે મુજબ સરકારે તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાને જનરલ બોર્ડની બેઠક બોલાવવા માટે સૂચિત કરી દેવામાં આવ્યા હોય તેવું હાલ ચર્ચા રહ્યું છે ત્યારે 26 અને 28 મે ના રોજ જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હતી તે ક્ષણ ચરિતાર્થ થશે અને મહાનગરપાલિકાઓને નવા હોદ્દેદારો મળશે જે અંગે હાલ ચર્ચા એ જોર પકડ્યું છે.

રાજકીય વર્તુળોમાં હાલ જે ચર્ચા થઈ રહી છે તે મુજબ 26 ના રોજ અમદાવાદ, જામનગર, મોરબી, પોરબંદર, ગાંધીધામ, મહેસાણા, તથા નડિયાદ ખાતે જનરલ બોર્ડ બેઠક મળે તેવી ચર્ચા થઈ રહી છે અને તે જ દિવસે મેયર સહિતના હોદ્દેદારોના નામોની પણ જાહેરાત કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં એટલે કે 28મીએ રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, વાપી અને આણંદને મેયર સહિતના હોદ્દેદારો મળશે.

હાલ પ્રદેશ ભાજપ દ્વારા કામગીરીને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. અને રાજ્ય સરકારે મહાનગરપાલિકાના સત્તાધીશોને જનરલ બોર્ડ બેઠક માટેનો એજન્ડા તૈયાર કરવા માટે પણ જણાવ્યું હોય તેવી ચર્ચા થઈ રહી છે. જનરલ બોર્ડ ની બેઠક પૂર્વે પક્ષના મેન્ડેડ સાથે નામોની જાહેરાત કરવામાં આવશે. ત્યારે છેલ્લે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે હાલ જે મુદ્દાની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હતી તેનો અંત આવી ચૂક્યો છે અને 28મી સુધીમાં રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયત ની સાથે તાલુકા પંચાયત ને નવા હોદ્દેદારો મળી જશે.

પક્ષીય હાઈકમાન્ડના આદેશ અનુસાર, જે-તે સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવે જનરલ બોર્ડની બેઠક પૂર્વે પક્ષના મેન્ડેટ સાથેના નામની જાહેરાત કરશે. ભાજપ શાસિત મનપાઓમાં આંતરિક પ્રશ્નો ઉભા ન થાય અને શિસ્તબદ્ધ રીતે પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પ્રભારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. સરકારની સૂચના મળતા જ તમામ કોર્પોરેશનો દ્વારા જનરલ બોર્ડનો એજન્ડા જાહેર કરવાની તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.