ઉપલેટા સમસ્ત સિંધી સમાજ દ્વારા અમદાવાદના બનાવનો વિરોધ, આવેદન પાઠવાયું

ગત રોજ ગુજરાતના આર્થિક મહાનગર અમદાવાદના ખોખરા ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સિન્ધી સમાજના સગીરની નજીવી બાબતે મુસ્લીમ સગીર દ્વારા થયેલી જધન્ય હત્યા સમગ્ર રાજ્ય-દેશમાં…

ગત રોજ ગુજરાતના આર્થિક મહાનગર અમદાવાદના ખોખરા ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સિન્ધી સમાજના સગીરની નજીવી બાબતે મુસ્લીમ સગીર દ્વારા થયેલી જધન્ય હત્યા સમગ્ર રાજ્ય-દેશમાં ગંભીર ચિંતા ઉપજાવે તેવી બાબત છે જેને લઇને ઉપલેટા સમસ્ત સિંધી સમાજ તથા હિન્દુ સમાજ દ્વારા મામલતદારને ન્યાય માટે આવેદનપત્ર આપ્યું.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધો. 10 માં અભ્યાસ કરતા સિન્ધી સમાજના તેજસ્વી તારલા નયન (યુવી) ગીરીશકુમાર સંતાણીની ગત રોજ મુસ્લીમ સમાજના ધો. 8 માં અભ્યાસ કરતા સગીરે સામાન્ય ધક્કામુક્કી જેવી નજીવી બાબતે હત્યા કરી નાંખતા સમગ્ર ભારતવર્ષના સિન્ધી સમાજના બાંધવો સ્તબ્ધ શોકમય અને ચિંતામગ્ન થઈ ગયા છે.

મૃતક નયન સંતાણીને યોગ્ય ન્યાય મળે તે માટે સૂત્રોચ્ચાર અને વિવિધ પોસ્ટરો સાથેની આ જન આક્રોશ બાઈક રેલીમાં ઉપલેટા સમસ્ત સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂૂપે શહેરના બસ સ્ટેન્ડ ચોક થી મુખ્ય રાજમાર્ગ, બાપુના બાવલા ચોક, ભગતસિંહ ચોક, ગાંધી ચોક, જીકરીયા ચોક, નટવર રોડ, નાગનાથ ચોક થઈને ધોરાજી રોડ પર આવેલ મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદાર નિખિલ મહેતા સાહેબને આવેદનપત્ર આપી મૃતક નયન સંતાણી ને ન્યાય મળે તે માટે ઉગ્ર માંગ કરી હતી. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.