ગુજરાત
મુખ્યમંત્રી સહિત આખુ પ્રધાન મંડળ આવાસ યોજનાઓમાં ઉજવશે દિવાળી
ઉમંગ અને ઉલ્લાસના અજવાળા પાથરતો દીપોત્સવનો આ તહેવાર તેઓ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોતિકા ઘરમાં દિવાળી મનાવી રહેલા લાભાર્થી પરિવારો વચ્ચે રહીને, તેમની ખુશાલીમાં સહભાગી થઈને મનાવશે. ગાંધીનગરની આ નમોનારાયણ રેસીડન્સીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1208 આવાસોનું ફેબ્રુઆરી-2024માં લોકાર્પણ થયું છે.
ગાંધીનગરના સરગાસણની પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહત નમોનારાયણ રેસીડન્સીના પરિવારો સાથે દિવાળી ઉત્સવ ઉજવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 31 ઓક્ટોબરે સાંજે 7 કલાકે આ આવાસ યોજના વસાહતની મુલાકાતે જવાના છે. આ આવાસ વસાહતમાં દિપાવલી પર્વની ઉજવણીમાં પરિવારો સાથે સ્નેહમિલન દ્વારા નૂતન વર્ષ શુભેચ્છાઓ પણ પાઠવશે.
આ ઉપરાંત મંત્રીમંડળના મંત્રીઓ પણ રાજ્યના અન્ય શહેરો-ગામોમાં આવા પી. એમ. એ. વાય.ના લાભાર્થી પરિવારો સાથે દિપાવલી ઉત્સવમાં સહભાગી થવાના છે. તદઅનુસાર, મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડના ભાગડાવાડામાં પી. એમ. એ. વાય. (શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણાના રંગપુરમાં પી. એમ. એ. વાય. (ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગરના બેડીમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, બલવંતસિંહ રાજપૂત પાટણના સિદ્ધપુરમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, કુંવરજીભાઈ બાવળિયા અમરેલીના બાબરા તાલુકામાં ખાખરીયા, કરીયાણા તથા કુવરગડમાં અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અમરેલી તાલુકાના નાના મચીયાળામાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મુળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સિહણ કાકભાઈમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, કુબેરભાઈ ડીંડોર મહીસાગરના સંતરામપુર તાલુકાના બકટવાડામાં પી. એમ. એ. વાય. (ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી ભાનુબહેન બાબરિયા રાજકોટના વાવડીમાં પી. એમ. એ. વાય. (શહેરી) ના લાભાર્થીઓ સાથે, હર્ષભાઈ સંઘવી સુરતના પાલનપોરમાં, મુકેશભાઈ પટેલ સુરતના વાંકલામાં તથા પ્રફુલ્લભાઈ પાનસેરિયા સુરતના નનસાડામાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદના બોપલમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, બચુભાઈ ખાબડ દાહોદના ધાનપુર તાલુકાના અગાસવાણીમાં પી. એમ. એ. વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, ભીખુસિંહ પરમાર અરવલ્લીના મોડાસા તાલુકાના ડવલીમાં પી. એમ. એ. વાય. (ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, કુંવરજીભાઈ હળપતી તાપીના વલોડ તાલુકાના કમાલછોડમાં પી. એમ. એ. વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લ વડોદરાના સેવાસીમાં પી. એમ. એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ ડાંગના સુબીર તાલુકાના નટકિયા હનવંતમાં પી. એમ. એ. વાય. (ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકી આણંદના જોલ અને ગનામાં પી. એમ. એ. વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ભડિયાડમાં પી. એમ. એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરશે.