ગુજરાત

10 હોટલોમાં બોમ્બ મુક્યાના ઈ-મેલ જર્મનીથી મોકલાયા’તા

Published

on

રાજકોટ પોલીસે માઈક્રોસોફ્ટ અને વિદેશ મંત્રાલયની મદદથી શરૂ કરેલી તપાસ

રાજકોટની 10 હોટલોમાં બોમ્બ મુક્યા હોવાનો ઈમેલ મળ્યા બાદ રાજકોટ શહેરની પોલીસ સાથે ગ્રામ્યની પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. રાજકોટ શહેર પોલીસ વિસ્તારમાં આવતી 9 અને ગ્રામ્ય પોલીસ મથકમાં આવતી એક હોટેલ મળી કુલ 10 હોટેલોમાં બોમ્બ મુકાયાના ઈમેલ બાદ હવે આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ઈમેઈલ જર્મનીથી મોકલવામાં આવ્યો હોય જેના આઈપી એડ્રેસના માહિતીના આધારે સાઈબર ક્રાઈમ પોલીસે આ મામલે માઈક્રોસોફ્ટ કંપની અને વિદેશ મંત્રાલયની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.


શનિવારે સવારે રાજકોટની અલગ અલગ 10 હોટેલોમાં બોમ્બ મુકાયા હોવાનો ઈમેઈલ મળતા દોડધામ મચી ગઈ છે. ક્રાઈમ બ્રાંચ, એસઓજી સાથે બોમ્બ સ્ક્ોડ અને ડોગ સ્કોડે સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. હોટેલના દરેક રૂમ તેમજ રેસ્ટોરન્ટ અને કિચનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ‘ડેનકોક 101 એફ એટ આઉટલૂક.કોમ’ નામના ઈમેઈલ મારફતે રાજકોટની અલગ અલગ 10 હોટેલોમાં બોમ્બ મુકાયાની જાણ કરવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ મથક વિસ્તારમાં આવતી 9 અને ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવેલ હોટલ સિઝન્સ ઉપરાંત ઈમ્પેરિયલ પેલેસ, હોટેલ ગ્રાન્ડ રેજન્સી, હોટેલ સયાજી, ભાભા, સેન્ટોસા, એલીમેન્ટ, હોટલ જ્યોતિ, બીકોન અને હોટેલ પેરેમાઉન્ટ ઈનમાં તપાસ કર્યા બાદ કશુ સંકાસ્પદ મળ્યુ ન હતું.


આ મામલે સાયબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઈમે આ ઈમેઈલ બાબતે તપાસ કરતા જર્મનીના આઈપી એડ્રેસથી આ ઈમેઈલ આવ્યો હોય જેથી હવે આ મામલે વધુ વિગતો મેળવવા માટે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે માઈક્રોસોફ્ટ કંપની અને વિદેશ મંત્રાલયને ઈમેઈલ કરી આઈપી એડ્રેસની વધુ માહિતી આપવામાટે ઈમેઈલ કર્યો છે. પ્રથમ વખત માઈક્રોસોફ્ટ કંપનીએ રાજકોટ પોલીસના ઈમેઈલનો કોઈ જવાબ આપ્યો નથી. હવે વિદેશ મંત્રાલયની મદદથી બીજો ઈમેઈલ મોકલવામાં આવ્યો છે. અને આ બન્ને ઈમેઈલ બાદ હવે માઈક્રોસોફ્ટ કંપની તરફથી જે ડેટા રાજકોટ પોલીસને આપવામાં આવશે. તેનું એનાલીસીસ કરીને આગળની તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version