રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની મુદત પૂર્ણ થાય છોકરી છે. રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારી તરીકે ઇન્ચાર્જ સીટી 02 હર્ષિદા આચાર્યની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને ચૂંટણી પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે હાલ મતદાર યાદી કરવા અંગે પણ કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે. આ અઠવાડિયાના અંત સુધીમાં ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ પણ કરી દેવામાં આવશે.જન્માષ્ટમી પહેલા ચૂંટણી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કુલ 62 જેટલા મતદારો લોધીકા સહકારી ખરીદ મતદારો છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘની પાંચ વર્ષની મુદત ગત તા. 24/06/2025 ના રોજ પૂર્ણ થઈ ચૂકી છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અગાઉ તા. 21/01/2026 ના રોજ એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામાની રૂૂએ વહીવટી કે અન્ય કારણોસર સંઘની ચૂંટણી યોજવામાંથી 06 માસ માટે મુક્તિ આપવામાં આવી હતી. સરકાર આ નિર્ણયથી ચૂંટણી પ્રક્રિયા પર થોડા સમય માટે વિરામ લાગ્યો હતો, પરંતુ હવે નિર્ધારિત સમય મર્યાદા અને નિયમો અનુસાર આગળની પ્રક્રિયા આરંભાઈ ચૂકી છે.
આગામી 20/09/2026 ના રોજ એક મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ અન્વયે પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-2 ને આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ’અધ્યાક્ષ અધિકારી’ તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમની દેખરેખ હેઠળ જ રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘની આગામી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે યોજવા માટે તેમને અધિકૃત કરવામાં આવ્યા છે.
પ્રથમ વિભાગ મતદાર મંડળ આ સંઘની ચૂંટણીમાં કુલ 15 મતદાર મંડળોનો સમાવેશ થાય છે. આ મંડળો અંતર્ગત કુલ 62 મતદારો પોતાના મતદારનો ઉપયોગ કરશે.આ સમગ્ર પ્રક્રિયા દ્વારા કુલ 15 સભ્યો ચૂંટાઈને આવશે. બીજો વિભાગ (વ્યક્તિગત સભાસદ સંખ્યા): સંઘમાં વ્યક્તિગત સભાસદોની કુલ સંખ્યા 09 છે. આ વ્યક્તિગત સભાસદો પૈકી 01 પ્રતિનિધિ ચૂંટવામાં આવશે.
અધ્યાક્ષ અધિકારી તરીકે પ્રાંત અધિકારી રાજકોટ શહેર-2 ની નિયુક્તિ થતાં જ હવે સંઘની ચૂંટણીનું ફૂંકાઈ ગયું છે. આગામી દિવસોમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા, ચકાસણી અને ચૂંટણીના મતદાનને લઈને સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને સહકારી મંડળીના હિતો સાથે જોડાયેલા આ સંઘની ચૂંટણીમાં કયા નવા સમીકરણો રચાય છે અને કોણ બાજી મારે છે તેના પર સહકારી જગતની મીટ માંડાઈ છે.
