ક્રાઇમ

‘મુન્નાભાઈ MBBS’ બનાવવાનું કારખાનું ચલાવતો ડોક્ટર કોંગ્રેસનો નેતા નીકળ્યો

Published

on

શહેરમાંથી લોકોના જીવ ખતરામાં મુકનાર એક કે બે નહીં પણ 14 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. જોકે, આ મુન્નાભાઈ એમબીબીએસનું કૌભાંડમાં ઝડપાયેલો અને બોગસ ડોક્ટરોની નફેક્ટરીથ ચલાવનારો રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવોનો ઘટસ્ફોટ થયો છે. નોંધનીય છે કે, સુરત ઝોન ચાર પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે.


બોગસ મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલો રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે. રશેષ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરવામાં આવી હતી. ડોક્ટર સેલના ચેરમેન અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ વસાવડા દ્વારા રશેષ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું. આ અંગેનો પત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે. રશેષ ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો.આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ વસાવડાએ જણાવ્યુ છે કે, રશેષ ગુજરાતી વર્ષ 2018-19માં કોંગ્રેસમાં સક્રિય હતા. પરંતુ 2019 પછી તેઓ કોંગ્રેસમાં સક્રિય નથી.

છેલ્લા 4 વર્ષથી તેઓએ કોઇ પ્રસંગમાં હાજરી આપી નથી અને કોઈ અન્ય પ્રસંગમાં પણ આવ્યા નથી. તે સંપૂર્ણ નિષ્ક્રિય છે. નોંધનીય છે કે, સુરત ઝોન-4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડોક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે 14 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડો. રશેષ ગુજરાતીની પણ ધરપકડ કરી લીધી હતી. તેની સાથે બોર્ડ ઓફ હોમિયોપેથીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version