Site icon Gujarat Mirror

નવી કોર્ટ નજીક કવાર્ટરમાં દારૂની કૂટેવ ધરાવતા યુવાનની કોહવાયેલી લાશ મળી

oplus_2097184

ત્રણ દિવસથી દુર્ગધ આવતી હોવાથી તપાસ કરતા ઘરમાંથી મૃતદેહ મળ્યો

શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ નજીક કવાર્ટરમાં રહેતા અને દારૂની કુટેવ ઘરાવતા યુવાનની તેના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્રણ દિવસથી દુર્ગધ આવતી હોય પાડોશીએ પોલીસને જાણ કરતા પોલીસે દોડી જઇ તપાસ કરતા ઘરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર નવી કોર્ટ નજીક મનહરપુરના ઢાળ પાસે આવાસ કવાર્ટરમાં રહેતા જયેશ ભાણજીભાઇ ઘાવરી (ઉ.વ.42) નામના યુવાનની તેના ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્રણેક દિવસથી તેના ઘરમાંથી દુર્ગધ આવતી હોય જેથી પાડોશીએે પોલીસને જાણ કરતા યુનિ.પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મકાનમાં અદર જતા જયેશની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃત બેભાઇમા નાનો અને દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. તેના માતા કચ્છમાં રહે છે. મોટોભાઇ પાંચ દિવસથી બહાર ગયો હતો.

Exit mobile version