Site icon Gujarat Mirror

દરેડ આરોગ્ય કેન્દ્રની ટીમે સર્ગભાની અધુરા માસે નોર્મલ ડિલિવરી કરાવી

હિમોગ્લોબિન ઓછું હોવા છતાં બાળક અને માતાનું સ્વાસ્થ્ય સારું, આરોગ્યની ટીમની સુઝબૂઝથી સફળ સારવાર

જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડ હેઠળ આવતા દરેડ ખોલી વિસ્તાર માં રહેતા કાજલબેન વિજયભાઈ ચૌહાણ (ઉંમર 30 વર્ષ) અતિ જોખમી સગર્ભા 3 બાળકો જીવિત અને 4 થી પાર 8 માં મહિનો શરુ થતા સગર્ભા ને 22 ફેબ્રુઆરી 2025 ના રોજ વાઈટ ડિસ્ચાર્જ થવા લાગ્યું હતું.

ગામ ના આશા કાર્યકર અને આરોગ્ય ટીમ ને વાત ની જાણ થતાં તાત્કાલિક સગર્ભા ની મુલાકાત લઈ જી.જી.એચ. હોસ્પિટલ ખાતે જવા માટે સમજાવામાં આવ્યા હતા. દર્દી દવાખાને ગયા નહી અને 25 ફેબુઆરી ના રાતે 12 વાગ્યે ફરી દુખાવો ઉપડ્યો હતો. દર્દી ને સમજાવવા છતા હોસ્પિટલ ગયા નહિ, અને 26 તારીખે સવારે આયુષ્યમાન આરોગ્ય મંદિર દરેડ પર આવ્યા હતા. જ્યાં લાભાર્થી ની 8 માં મહીને અધૂરા માસે નોર્મલ ડીલેવરી કરાવવામાં આવી હતી.

બાળક નું વજન 3.5 કિલો હતું. વધુ સારવાર અને રીપોર્ટ માટે દર્દી ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડ પર જવા માટે સમજાવામાં આવ્યા પરંતુ દર્દી સમજ્યા નહી અને આરોગ્ય ટીમ દ્વારા દર્દી ને વાહન પર દરેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વધુ સારવાર માટે લાવવામાં આવ્યા. તેના બધા રીપોર્ટ કરતા ઓછુ હિમોગ્લોબીન હોય માટે વધુ સારવાર ની જરૂૂર હોય માટે જી.જી.એચ. હોસ્પિટલ જામનગર જવા માટે સમજાવ્યા, અને 108 ગાડી ને બોલાવવામાં આવ્યા હતા.

જેમાં દર્દી જવા માટે તૈયારન હતું. દરેડ આરોગ્ય ટીમ અને 108ટીમ દ્વારા ખુબજ ગંભીરતા પૂર્વક સમજાવી 108 ગાડી માં જી.જી.એચ હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ ગયા હતા.

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.જીગ્નેશ પટેલ દ્વારા દર્દીને તાત્કાલિક સારવાર મળે તે માટે જામનગર ડોક્ટરની ટીમને જાણ કરી તાત્કાલિક સારવાર મળી રહે માટે કહેવામાં આવ્યું હતું. દર્દીને સમજાવવા તેમજ આરોગ્ય તપાસ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડના ડો.પ્રવીણ પટેલ, ડો.મકવાણા, એફ.એચ.ડબલ્યુ કાજલ રાવલીયા તેમજ દરેડ આરોગ્ય કેન્દ્રની 9 આશા બહેનો અને તાલુકાના સુપર વાઈઝર રાણાભાઈ વરુ દ્વારા દર્દી ને સમજાવવામાં જહેમત ઉઠાવી હતી. તેમ જિલ્લા ડી.એસ.બી.સી.સી ચિરાગ પરમાર ની યાદીમાં જણાવાયુ છે.

Exit mobile version