રાજકોટ-આટકોટ સિક્સલેનમાં 1 કિ.મી.ના ખર્ચ 55.55 કરોડ!

રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગની હદમાં આવતા રાજકોટથી આટકોટ સુધીનો 45 કિ.મી.નો હાઇવે સિક્સલેન બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા…

રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગની હદમાં આવતા રાજકોટથી આટકોટ સુધીનો 45 કિ.મી.નો હાઇવે સિક્સલેન બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.2500 કરોડનું એસ્ટિમેન્ટ આપવામાં આવતા સરકાર ચોંકી ઉઠી છે અને દરખાસ્ત રદ કરી નવેસરથી પ્રક્રિયા હાથ ધરવા સુચના આપી છે.

45 કિ.મી.ના આ હાઇવેમાં જમીન સંપાદન સહિતની પ્રક્રિયા માટે એક કિ.મી.ના રૂા.55.55 કરોડનો ખર્ચ અંદાજાયો હોવાથી સમગ્ર પ્રક્રિયાને જ બ્રેક મારી દેવામાં આવી છે.

રાજકોટની આજીડેમ ચોકડીથી આટકોટ સુધીના સિકસલેનમાં 2 બાયપાસ બનવાના છે. જેથી રાજકોટથી ભાવનગર અને અમરેલી જતા વાહન ચાલકોની મુશ્કેલી દૂર થશે. આ ઉપરાંત અહીંના હાઇવે પરનો રસ્તો બિસ્માર હોવાથી ગંભીર અકસ્માતો સર્જાય છે. જેથી રૂૂ.193 કરોડના ખર્ચે આ રોડનું રીકાર્પેટિંગ કરવામાં આવનાર છે. જોકે તે માટેના ખર્ચની મંજૂરી રાજ્ય સરકાર તરફથી મળી નથી. આ રીકાર્પેટિંગનું કામ દિવાળી બાદ શરૂૂ થશે અને 11 મહિના બાદ પૂર્ણ થશે મતલબ કે હજુ એક વર્ષ સુધી વાહન ચાલકોને ખરાબ રસ્તા અને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે.

રાજકોટથી આટકોટ જતા રસ્તા પર 2 બાયપાસ (સરધાર અને આટકોટ) સાથે સિક્સ લેન બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંપૂર્ણ ડીપીઆર એટલે કે ડેઇલી પ્રોગ્રેસ રિપોર્ટ રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. જોકે આટલી મોટી રકમ સાંભળીને રાજ્ય સરકાર ચોંકી ગઈ હતી અને રૂૂ.2500 કરોડનો ખર્ચ મજૂર કર્યો ન હતો અને સાથે જ નવેસરથી ટેન્ડર અને ડીપીઆરની પ્રક્રિયા કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. જેથી હવે નવેસરથી સમગ્ર પ્રક્રિયા કરવામાં આવનાર છે.

રાજકોટથી આટકોટ તરફ જતો હાઈવે બિસ્માર હાલતમાં હોવાથી એક્સિડન્ટ ઝોન બન્યો છે ત્યારે આ રસ્તાનું રૂૂ.193 કરોડના ખર્ચે રી કાર્પેટીંગ કરવામાં આવનાર છે. જેનું ટેન્ડર બહાર પાડી રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. જોકે તેનું કામ પણ દિવાળી બાદ શરૂૂ થશે જેથી હજુ વધુ સમય બિસ્માર રસ્તાને કારણે વાહનચા લોકોને મુશ્કેલી ભોગવવી પડશે.