ગુજરાત

રેસકોર્સ ખાતે ‘રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ’નો કાલથી પ્રારંભ

Published

on

રંગોળી સ્પર્ધા, બેઈઝ લાઈટિંગ ડેકોરેશન, લેસર શો આકર્ષણનું કેન્દ્ર બનશે; માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા. 30મી સાંજે ભવ્ય આતશબાજી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉનાવર્ષોની માફક આ વર્ષે પણવધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા તા.27/10/2024 થી તા.31/10/2024 દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવનું ભવ્યઆયોજન કરવામાં આવેલ છે.જેમાં, એન્ટ્રીગેઇટ, આકર્ષક થીમબેઇઝલાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા,લેસર શોસહિતના વિશેષ આકર્ષણોનોરહેશે. રંગીલું રાજકોટ દરેક ઉત્સવ અને અન્ય અવસરનીઉત્સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિકે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્કૃતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનોતહેવારોની ઉજવણી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. તેમ જણાવી રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવ અનુસંધાનેયોજાનાર કાર્યક્રમો અંગે વિસ્તૃત વિગતો આપતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 27થી તા.31 દરમ્યાન રેસકોર્ષ રિંગરોડ ફરતે આકર્ષકથી મબેઇઝ લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવશે જેમાં મુખ્ય આકર્ષણ તરીકે આકર્ષક એન્ટ્રી ગેઇટ તેમજ બહુમાળી ભવન ચોક ખાતે લેસરશોનું પણ આયોજન કરવામાં આવેલ છે જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

વધુમાં તા.30ના રોજ આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય અને શહેરીજનો આ કાર્યક્રમ નિહાળવામાં કોઈ અગવડ ન પડે તે હેતુસર, કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવા, તડામાર તૈયારીના ભાગરૂૂપે ગત તા.24/10/2024 ગુરૂૂવારના રોજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા આ કામની સંબંધિત એજન્સીનાં પ્રતિનિધિઓને સાથે રાખીને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. જે મુલાકાત દરમ્યાન ડાયસ કાર્યક્રમ, મંડપ, સાઉન્ડ, બેરીકેટીંગવી. વી.આઈ.પી/વી.આઈ.પી. તથા જનરલ બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, સુરક્ષા બંદોબસ્ત, એન્ટ્રીગેઇટ, ફાયર ફાઈટર, મેડીકલ ટીમ તથા અન્ય આનુસાંગિક વ્યવસ્થા અંગે રીવ્યુ કરવામાં આવ્યું અને અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને જરૂૂરી સુચનાઓ આપવામાં આવી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીનાતહેવારો અનુસંધાને યોજવામાં આવેલ રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવના આ તમામ કાર્યક્રમોમાંઉત્સાહભેર જોડાવા રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈરાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા રંગીલા રાજકોટ વાસીઓને નિમંત્રણ પાઠવે છે.

કાર્યક્રમોની વિગત
4રેસકોર્સ રિંગ રોડ ફરતે તા.27/10/2024 થી તા.31/10/2024 સુધી આકર્ષક એન્ટ્રીગેઇટ, આકર્ષક થીમબેઇઝલાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે
4તા.29/10/2024ના રોજ રેસકોર્ષ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે.
4શહેરીજનો સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.30/10/2024 અને તા.31/10/2024ના રોજ સાંજે નિહાળી શકશે.
4તા.27/10/2024 થી તા.31/10/2024 દરમ્યાન લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
4તા.30/10/2024ના રોજ રાત્રે 7:00 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજીયોજાશે.
4રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તા.27/10/2024 થી 31/10/2024 દરમ્યાન રાત્રે 12:00 કલાક સુધી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version