ગુજરાત

શહેરમાં વધુ 25 ઇંચ વરસાદ, સીજનનો કુલ 56.5 ઇંચ

Published

on

સૌથી ઓછો ઇસ્ટ અને સૌથી વધુ વેસ્ટ ઝોનમાં વરસ્યો: પેચવર્ક કામ ખોરંભે ચડતા વાહન ચાલકો પરેશાન

રાજકોટ શહેરમાં છેલ્લા આઠ દિવસથી દરરોજ વરસાદ પડી રહ્યો છે. જેમાં ગઇકાલે પણ ઉમેરો થયો હતો બપોરે 2 વાગ્યા બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ તુટી પડતા સાંજ સુધીમાં વેસ્ટ ઝોનમાં 57 મી.મી., સેન્ટ્રલ ઝોનમાં 34 મી.મી. અને ઇસ્ટ ઝોનમાં 14 મી.મી. વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ 56.5 ઇંચે પહોંચી ગયો છે. એકધરા વરસાદને પગલે ચોમાસા દરમિયાન થયેલા ખાડાઓની પેચવર્કની કામગીરી ખોરંભે ચડતા વહાન ચાલકો પરેશાન થઇ ઉઠ્યા છે. ભારે વરસાદના પગલે ફરી વખત શહેરના મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી અને તંત્ર દ્વારા રાબેતા મુજબની કામગીરી કરવામાં આવી હતી.


શહેરમાં ગઇકાલે બપોર બાદ ભારે પવન અને કાળા ડીબાંગ વાદળોના ગડગડાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો. શરૂઆતમાં સાંબેલાધારે શરૂ થયા બાદ ધીમી ગતીએ સાંજ સુધી ચાલુ રહેતા શહેરના રોડ-રસ્તા ફરી વખત વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. સાંજ સુધીમાં વેસ્ટ ઝોનમાં 57 મી.મી. થતા સેન્ટ્રલ ઝોનમાં 34 મી.મી. અને ઇસ્ટ ઝોનમાં સૌથી ઓછો 14 મી.મી. વરસાદ નોંધાયો હતો. વરસાદ સાથે ભારે પવન હોવાથી અનેક વિસ્તારોમાં વીજપૂરવઠો ખોરવાઇ જવાની ફરીયાદો ઉઠી હતી. ગઇકાલના વરસાદના પગલે સીઝનનો કુલ વરસાદ 56 ઇંચને પાર થઇ ગયો છે. છતાં બે દિવસ આગાહી હોવાના કારણે હજુ પણ વધુ વરસાદ પડવાની સંભાવના જોવાઇ રહી છે.

પુષ્કરધામમાં અમુલ પાર્લર ઉપર વીજળી ત્રાટકી, 10થી વધુ ફ્રીઝ બળી ગયા
રાજકોટના પુષ્કરધામ મેઇન રોડ ઉપર ગઇકાલે સાંજે વીજળી પડતા અમૂલ આઈસક્રીમ પાર્લર બળીને ખાખ થઈ ગયું હતું. વીજળી પડવાને કારણે આગ લાગતા દુકાનમાં રાખેલા 10થી વધુ ફ્રીજ આગમાં સળગી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો તુરંત પહોંચી ગયો હતો અને આગ બુઝાવવા માટેની કામગીરી કરી હતી. આગને કારણે દુકાનમાં 25 લાખ જેટલું નુકસાન પહોંચ્યું હોવાનું દુકાન માલિકનુ કહેવું છે. જોકે, આજે રવિવાર હોવાથી દુકાન બંધ હતી અને તેને કારણે દુકાનમાં કોઈ પણ વ્યક્તિ ન હતા તેથી સદનશીબે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પુષ્કરધામ મેઇન રોડ ઉપર આવેલા અમૂલ પાર્લરમાં ગઇકાલે સાંજે 4 વાગ્યા આસપાસ અચાનક વીજળી પડી હતી અને તેને કારણે આગ ફાટી નિકળી હતી. આગને કારણે ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ છતાં આસપાસના લોકોએ ફાયર બ્રિગેડમાં ફોન કર્યો હતો અને તેથી ફાયર ફાઈટર સાથે જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને થોડા સમય માટે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version