જંગલેશ્વર કટકીકાંડમાં તપાસ કરતી ‘સિટ’ના અધ્યક્ષની બદલી, હવે ભીનુ સંકેલાશે ?

રાજકોટના ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચાઓમાં લાખો રૂૂપિયાની કટકી થઇ હોવાના એક પછી એક ભાંડાફોડ થયા બાદ અંતે આ પ્રકરણની તપાસ માટે શાસકોએ ‘સીટ’(તપાસ કમિટી) બનાવી…

રાજકોટના ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચાઓમાં લાખો રૂૂપિયાની કટકી થઇ હોવાના એક પછી એક ભાંડાફોડ થયા બાદ અંતે આ પ્રકરણની તપાસ માટે શાસકોએ ‘સીટ’(તપાસ કમિટી) બનાવી છે. જો કે આ સીટ માત્ર કહેવા પુરતી જ એટલા માટે કહી શકાય કે કૌભાંડોના મુળિયા જ્યાથી નખાયા હતા તે વહિવટી વિભાગને જ સીટની રચના કરવાની જવાબદારી સોંપવામા આવી છે.

એક રીતે બિલાડીને દૂધના રખોપા જેવી આ તપાસ કમિટી બની છે. સીટની રચના થઇ હતી ત્યારે તપાસનીશ વડા તરીકે સ્વચ્છ અને તટસ્થ અધિકારીની છાપ ધરાવતા ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ચેતન નંદાણીને બદલાવીને તેની જગ્યાએ સરકાર નિયુક્ત ડેપ્યુટી મ્યુનિ.કમિશનર પંકજ જોષીને જવાબદારી સોંપવામા આવી હતી. તપસના નામે ચાલતા રગળધગળ વચ્ચે સીટના વડાની પણ હવે બદલી કરી નાંખવામા આવી છે. ડિમોલિશનકાંડમાં હવે સમય વિતાવીને ભીનુ સંકેલાઇ જશે કે કેમ? એ હવે જોવાનું રહ્યુ.

જંગલેશ્વર ડિમોલિશન પ્રકરણમાં દેખીતી રીતે જ લાખો રૂૂપિયાનો કદડો થયો હોવાનું દેખાય છે ત્યારે તપાસના નામે રચાયેલી કમિટીએ તપાસનો કક્કો માંડ ઘુટ્યો કે એ સાથે જ પહેલા તો ‘સીટ’ના વડા તરીકે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને હટાવી નાખવામા આવ્યા હતા. નોંધનીય છે કે, ડીએમસી ચેતન નંદાણીની છાપ પહેલેથી જ સ્વચ્છ અને તટસ્થ અધિકારી તરીકેની રહી છે.

અચાનક જ તેમને સીટના વડા તરીકે હટાવી લેવા પાછળ અનેક રહસ્યમય સવાલોનો કોયડો સર્જાયો છે. સીટના નવા વડા તરીકે સરકાર નિયુક્ત ડેપ્યુટી મ્યુનિ.કમિશનર કેતન જોષીને મુકી દેવામા આવ્યા હતા.