ગુજરાત
દ્વારકા નજીક ‘ધ બર્નિંગ કાર’ જાનહાનિ ટળી
યાત્રાધામ દ્વારકામાં બજારમાં ખારવાદરવાજા સામે ભરચક વિસ્તારમાં એક મારૂૂતિ ફ્રન્ટી કાર અચાનક આગળના ભાગ ઈન્જિન આગળ થી સળગવા લાગી હતી. આગ વધતા આજૂબાજુંમાં ખાણી પીણીની લારીઓ શોપ હોવાથી મોટી સંખ્યામાં લોકો આસપાસ હતા.
ત્યારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતાં. લોકો એકઠા થયા હતા. દ્વારકા ફાયર ફાયટર સ્ટાફને જાણ કરી બોલાવી આગ બુંજાવી હતી. કાર બહારની હોવાનું જાણવા મલ્યું છે. કારમાં આગ લાગતા સદ નસીબે જાનહાની ટળી હતી.