ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં તાલાલાના યુવાનની લાશ 8 કલાક રઝળી
સારવારમાં સિવિલના તબીબોએ બેદરકારી દાખવ્યાનો મૃતક યુવાનના પરિવારજનોનો આક્ષેપ
બેદરકાર તબીબો સામે પગલાં ભરવા દલિત સમાજની પ્ર.નગર પોલીસ, જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ : અંતે મામલો થાળે
શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા દલિત સમાજના યુવાનની સારવારમાં ફરજ પરના તબીબોએ બેદરકારી દાખવતા યુવાનનું મોત થયાના આક્ષેપો થયા છે. મૃતક યુવાનના રોષિત પરિવારજનોએ પ્રનગર પોલીસ અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ અરજી આપી બેદરકાર તબીબો સામે પગલા ભરવા માંગણી કરી છે. મૃતક યુવાનના પરીવરજનોની ધાંધલ ધમાલથી સિવિલમાં દલિત સમાજના ટોળેટોળા ઉમટી પડ્યયા હતાં. વાતાવરણ વણસે તે પહેલા સિવિલના આર.એમ..ઓ. દુસરા અને પ્રનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ભાર્ગવ જનકારે હોસ્પિટલ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. પણ આટલો સમય એટલે કે, આઠ કલાક સુધી મૃતકની લાશ હોસ્પિટલમાં રઝળતી રહી હતી.
સમગ્ર બનાવની પ્રાપ્ત વિતો મુજબ તાલાલામાં પીપળવા રોડ પર આવેલા આંબેડકર નરમાં રહેતા દલિત પ્રકાશભાઈ કાળાભાઈ કાથડ (ઉ.વ.38) તા. 1-11ની રાત્રીના નવેક વાગ્યે તેમના ઘરેથી અગાશી પરથી અકસ્માતે ગબડી પડતા પ્રકાશભાઈ બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તા. 4ના રોજ પ્રકાશભાઈનું મૃત્યુ થયું હતું.
અકસ્માત બાદ તાલાલાની સિવિલ હોસ્પિટલ અને બાદમાં જૂનાઢની સિવિલ હોસ્પિટલમાં જરૂરી સારવાર બાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં તા. 3ના રોજ દાખલ કર્યાના બે દિવસ સુધી ફરજ પરના તબીબોએ યોગ્ય સારવાર કે સીટીસ્કેન ન કરતા પ્ર્રકાશભાઈનું મોત થયાનો આક્ષેપ કરી મૃતકના પરિવારજનોએ રોષ પ્રદર્શિત કરતા હોસ્પિટલે દલિત સમાજના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતાં.
એક તબક્કે વાતાવરણ વણસે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પણ પ્રદ્યુમન નગર પોલીસના પીઆઈ ભાર્ગવ જણકાર સ્ટાફ સાથે દોડી આવી, હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. દુસરાને સાથે રાખી મામલો જાણી મૃતક યુવાનના પરીવારજનોને શાંતિ કરી ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું.
આટલો સમય એટલે કે, સતત આઠ કલાક સુધી પ્રકાશભાઈની લાશ હોસ્પિટલમાં પડી રહેતા મૃતકના પરિવારજનોનો રોષ બેવડાયો હતો.