રવિવારીમાં જવાનું કહીને ઘરેથી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો

શહેરમાં આજીડેમ અને અમૂલ સર્કલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી નવોઢા રવિવારીમાં જવાનું કહી ઘરેથી નીકળી ગઇ હતી. લાપતા થયેલી નવોઢાનો આજીડેમ માંથી મૃતદેહ મળી આવતા પરિવારમાં…

શહેરમાં આજીડેમ અને અમૂલ સર્કલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી નવોઢા રવિવારીમાં જવાનું કહી ઘરેથી નીકળી ગઇ હતી. લાપતા થયેલી નવોઢાનો આજીડેમ માંથી મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. બનાવ આપઘાતનો કે અકસ્માતનો તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આજીડેમ અને અમૂલ સર્કલ વચ્ચે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતી સંગીતાબેન કિશનભાઇ કારોડીયા નામની 18 વર્ષની પરિણીતા ગઇકાલે બપોરે આજીડેમ પાસે ભરાતી રવિવારી બજારમાં જવાનું કહીને નીકળી હતી. બાદમાં લાપતા થયેલી સગીતાબેનનો આજે આજીડેમ માંથી મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક સંગીતાબેન બે બહેન એક ભાઇમાં વચેટ હતી અને રેસકોર્સ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં માવતર ધરાવતી હતી. છ માસ પૂર્વે જ તેના કિશન કારોડીયા સાથે લગ્ન થયા હતા ગઇકાલે રવિવારીમાં જવાનું કહી રીક્ષામાં બેસી નીકળી ગઇ હતી. બાદમાં આજે આજીડેમમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. બનાવ અકસ્માતનો કે પછી આપઘાતનો છે તે જાણવા આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.