Site icon Gujarat Mirror

બાર એસો.ની ચૂંટણીનો માહોલ ગરમાયો: ઝંઝાવાતી પ્રચાર

એક્ટિવ, સમરસ અને કાર્યદક્ષ પેનલના સમર્થનમાં મિટિંગો, સ્નેહમિલન અને ડાયરાના કાર્યક્રમોનું આયોજન

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઠંડીના ચમકારા વચ્ચે ત્રણેય પેનલોના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કાર્યમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં મુખ્ય ત્રણ પેનલો વચ્ચે સીધી હરિફાઈ જોવા મળી છે.જેમાં એક્ટિવ પેનલના બકુલ રાજાણી સમરસ પેનલના પરેશ મારું અને કાર્યદક્ષ પેનલના દિલીપભાઈ જોશી વચ્ચે જંગ મંડાયો છે. તેમજ પ્રમુખ પદ માટે અન્ય ત્રણ ઉમેદવારો પણ મેદાનમાં છે જેમાં અતુલભાઈ જોશી, કૌશિક પંડ્યા અને હરિસિંહ વાઘેલા એ પણ જંગમાં ઝપલાવ્યું છે. ઉપપ્રમુખ માટે મયંક પંડ્યા, નિરવ પંડ્યા અને સુમિત વરા વચ્ચે તેમજ સેક્રેટરીમા કેતન દવે, સંદીપ વેકરીયા ,પરેશ વ્યાસ અને વિનસ છાયા વચ્ચે સ્પર્ધા છે. જોઈન્ટ સેક્રેટરી માટે ગિરિરાજસિંહ જાડેજા અને જીતેન્દ્ર પારેખ વચ્ચે હરીફાઈ જામી છે.


આ ઉપરાંતની જગ્યા માટે રાજેશ ચાવડા પંકજ દોંગા અને કૈલાશ જાની વચ્ચે તેમજ લાઇબ્રેરી સેક્રેટરીના પદ માટે રવિ ધ્રુવ અને કેતન મંડ વચ્ચે સ્પર્ધા છે. જ્યારે મહિલા અનામત જગ્યા માટે અરુણાબેન પંડ્યા, હર્ષાબેન પંડ્યા, રૂૂપલબેન થડેશ્વર અને રક્ષાબેન ઉપાધ્યાય ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે નવ કારોબારીની જગ્યા માટે 26 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે આગામી તારીખ 20 ના રોજ યોજાના ચૂંટણીના મતદાન પૂર્વે ત્રણેય પેનલના ઉમેદવારો તેમજ સ્વતંત્ર ચૂંટણી લડી રહેલા ઉમેદવારો ચાર કાર્ય ધમધમાટ શરૂૂ થયેલ છે.
ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ સંગઠનો સાથે મીટીંગ નો દોર ચાલી રહ્યો છે જેમાં પરેશ મારુંની સમરસ પેનલના સમર્થનમાં બ્રહ્મ સમાજના વકીલોની બેઠક મળી હતી આ પેનલના સમર્થનમાં ક્લેમ બાર એસોસિએશનના ઇન્ચાર્જ જી આર પ્રજાપતિ સુનિલ મોઢા જે જે ત્રિવેદી વિપુલ કકડ ગોપાલ ત્રિવેદી રાજેશ મહેતા મનીષ ખખર સહિતની મોટી સંખ્યામાં સિનિયર જુનિયર વકીલો હાજર રહી સમરસ પેનલને સમર્થન આપ્યું છે આ ઉપરાંત સામાકાંઠેથી બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેન્શનના કારોબારી સભ્યપદની ચૂંટણી લડી રહેલા અશ્વિન રામાણીના સમર્થનમાં પણ બેઠક મળી હતી. બીજી બાજુ કાર્યદક્ષ પેનલના સમર્થનમાં આવતીકાલે તારીખ 18 ની સાંજે સાડા સાત કલાકે વિરાણી હાઇસ્કુલ ખાતે હરદેવભાઈ આહીર દ્વારા લોકસાહિત્યનો ડાયરો અને હસારિયાનો કાર્યક્રમ સાથે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે સવારે એક્ટિવ પેનલના બકુલ રાજાણી દ્વારા કોર્ટ પાસે અલ્પાહાર માટે વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Exit mobile version