Site icon Gujarat Mirror

સાવરકુંડલામાં ગેસ એજન્સીની વ્યવસ્થા અને સિલિન્ડર વિતરણની કમાન તંત્રએ સંભાળી

સાવરકુંડલા ઇન્ડિયન ગેસ ની એજન્સી એરોગેસ એજન્સી બાબાભાઈ શેઠ સંભાળે છે છેલ્લા બે મહિનાથી હજારો પુરુષ મહિલાઓ અને વૃદ્ધો પરેશાની ભોગવી રહ્યા છે ઉનાળાની કાળજાળ ગરમી અને પીવાના પાણીની અવ્યવસ્થા અને અ સુવિધા નો ભોગ બની રહ્યા છે ત્યારે તેની ફરિયાદના પગલે બે દિવસ પહેલા આ એજન્સીની મુલાકાતે એરીયા મેનેજર ગુપ્તા અને સાવરકુંડલા પ્રાંત અધિકારી સાવરકુંડલા મામલતદાર સાવરકુંડલા પુરવઠા અધિકારી સહિતની ટીમ અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા સ્થળ મુલાકાત લઇ લોકોની વેદના સાંભળી કેટલાક મહત્વના નિર્ણયો કર્યા હતા જેના ભાગરૂૂપે આજે સવારથી જ વિતરણ વ્યવસ્થા અને એરોગેસ એજન્સીની કમાન સાવરકુંડલા પ્રાંત અધિકારી મામલતદાર અને પુરવઠા અધિકારી તેમજ શહેર પોલીસ અધિકારી દ્વારા સંભાળી લેવામાં આવી છે વ્યવસ્થાના ભાગરૂૂપે આજથી જ સિટીમાં 175 સિલિન્ડરની હોમ ડિલિવરી કરવામાં આવી છે તેમજ 100 જેટલા ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને ગોડાઉન પરથી આપવામાં આવ્યા છે.

નાયબ મામલતદાર પુરવઠા અધિકારી પાઠકના જણાવ્યા મુજબ હાલ ₹3,000 જેટલા ગ્રાહકોના સિલિન્ડર ડિમાન્ડ પેન્ડિંગ છે રોજના 500 સિલિન્ડરની ડીલેવરી કરવામાં આવે છે તો ત્રણ દિવસમાં આ પોઝીશન નોર્મલ થઈ જવાની પૂરી શક્યતા છે આજથી જ વ્યવસ્થા સંભાળનાર અધિકારી જણાવે છે કે લોકોએ ખોટી ગીરદી કે ડિમાન્ડ ન કરવી દરેકને સિલિન્ડરો મળી જશે જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે હાલ સાવરકુંડલા મામલતદાર પુરવઠા વિભાગ તરફથી બે સેવકો કેવાયસી ની કામગીરી કરી રહ્યા છે તેમજ જેલના સળિયા ની પાછળ ના દ્રશ્યો દેખાતી હોય તેવી આ એરો ગેસ એજન્સી ની ઓફિસમાં પાંચ પાંચ વ્યક્તિઓને અંદર જઈ ફિંગર પ્રિન્ટની કામગીરી કરવામાં આવી રહી છે અને તેની સંપૂર્ણ દેખરેખ અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે નાયબ મામલતદાર પાઠક અને તેમની ટીમ પૂરું મોનિટરિંગ કરી રહી છે.

પોલીસ બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણમાં ગોઠવી દેવામાં આવ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે આજથી થોડા વર્ષ પહેલાં પણ અવ્યવસ્થા ના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં લોક જોવા અને વિરોધ જોવા મળ્યો હતો ત્યારે પણ અમરેલી કલેક્ટર કચેરી અને એરિયા મેનેજર ની ટીમ દોડી આવી હતી પરંતુ એરોગેસ એજન્સીના માલિક બાબાભાઈ શેઠ ને કેટલીક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં તેમનો અમલ નહીં કરતા ફરી આજ પોઝિશન સામે આવી છે.

Exit mobile version