Site icon Gujarat Mirror

ખંભાળિયાના વિદેશી દારૂ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયો

ખંભાળિયામાં તા. 8 ઓગસ્ટ 2025ના રોજ વિદેશી દારૂ અંગેના નોંધાયેલા એક ગુનાના પ્રકરણમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ખાતે રહેતા ચના કાના કોડીયાતર નામના 32 વર્ષના રબારી શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. લાલ શાહીથી દર્શાવેલા નાસતા ફરતા આરોપી સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા તથા કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
(તસવીર: કુંજન રાડિયા)

Exit mobile version