ગોકુલધામ આવાસ યોજનામાં ચડ્ડીધારી શખ્સનો આતંક

ગુરૂપ્રસાદ ચોકથી આગળ આવેલ ગોકુલધામ આવાસ યોજનામાં સેક્ધડ વીંગના એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે રહેતો એક શખ્સ અવારનવાર ટૂંકી ચડી પહેરી પગથીયા ચડ ઉતર કરી એપાર્ટમેન્ટ આગળ…

ગુરૂપ્રસાદ ચોકથી આગળ આવેલ ગોકુલધામ આવાસ યોજનામાં સેક્ધડ વીંગના એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે રહેતો એક શખ્સ અવારનવાર ટૂંકી ચડી પહેરી પગથીયા ચડ ઉતર કરી એપાર્ટમેન્ટ આગળ રહેલી બેન્ચ ઉપર બેસી જાય છે જેથી મહિલાઓને શરમજનક સ્થિતિમાં મુકાવું પડે તેવું કૃત્ય કરતો હોવાની મહિલાઓમાં ફરિયાદો ઉઠી છે. મગજમારી ન થાય એટલે નાના પરિવારો પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યાં છે ત્યારે આ લોકોની લાચારી સામે પોલીસ તંત્ર ધ્યાન આપે તેવી ચર્ચા જાગી છે.