રાષ્ટ્રીય
દિલ્હી-જયપુર હાઈવે પર ભયાનક અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 3નાં મોત, 10થી વધુ લોકો ઘાયલ
રાજસ્થાનના અલવર જિલ્લામાં આજે સવારે દિલ્હી-જયપુર નેશનલ હાઇવે-48 પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા બે મહિલાઓ સહિત ત્રણ લોકોનામોત થયાં છે.જયારે 10 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી અનેલ લોકોની હાલત નાજુક છે એટલે મૃત્યુઆંક પણ વધી શકે છે.
મળતી માહિતી મુજબ દિલ્હી-જયપુર નેશનલ હાઈવે-48 પર કોટપુતલી પાસે બુધવારે સવારે એક સ્લીપર બસ દિલ્હીથી જયપુર જઈ રહી હતી ત્યારે આગળ જઈ રહેલાટ્રકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોની હાલત નાજુક હોવાથી તેમને કોટપુતલી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માત સમયે બસમાં લગભગ 46 મુસાફરો હાજર હતા.
બસમાં સવાર ઘાયલ લોકોએ જણાવ્યું કે અમે સવારે લગભગ 7.30 વાગ્યે બસમાં સૂઈ રહ્યા હતા. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો અને અમે જોયું કે બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ પછી બસમાં મુસાફરી કરી રહેલી મહિલાઓ અને બાળકોમાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ કોટપુતલી પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ઘાયલોને કોટપુતલી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
પોલીસ હાલમાં મૃતક ક્યાંના હતા તેની માહિતી એકત્ર કરી રહી છે. કોટપુતલી પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે બુધવારે સવારે તેમને ફોન દ્વારા માહિતી મળી કે દિલ્હીથી જયપુર જઈ રહેલી સ્લીપર બસ વિસ્તારના કંવરપુરા ગામ પાસે ઓવરટેક કરતી વખતે આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ, જેના કારણે મોટો અકસ્માત થયો. જેમાં ડ્રાઈવર સહિત બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. તેમજ દસ લોકોની હાલત ગંભીર છે અને તેઓની સારવાર ચાલી રહી છે. પોલીસ ઘાયલ લોકોની માહિતી પણ એકત્રિત કરી રહી છે.