રાજકોટમાં બપોરે ત્રણ વાગ્યે 440 સે. સુધી તાપમાન પહોંચી ગયું

હાલમાં હિટવેવની આગાહી વચ્ચે આજે રાજકોટ શહેરમાં બપોરે ત્રણ વાગ્યે 44 ડિગ્રી સે.જેટલું તાપમાન નોંધાયું હતું. તેમજ 25 કિ.મી.પ્રતિ કલાકની પવનની ઝડપ નોંધાઈ હતી. રાજકોટ…

હાલમાં હિટવેવની આગાહી વચ્ચે આજે રાજકોટ શહેરમાં બપોરે ત્રણ વાગ્યે 44 ડિગ્રી સે.જેટલું તાપમાન નોંધાયું હતું. તેમજ 25 કિ.મી.પ્રતિ કલાકની પવનની ઝડપ નોંધાઈ હતી.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પર્યાવરણના સેન્સરમાં આજે આ સિઝનનું રાજકોટનું સૌથી મહત્તમ તાપમાન બપોરે 3 કલાકે નોંધાયું હતું. સાથે જ 25 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે ગરમ હવા (લુ) ફેંકાઈ હતી. અગાઉથી જ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા હિટવેવથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરાઈ હતી.