ટીમ ઇન્ડિયાને મેચ જીતવા માટે સ્પિનરની જરૂર: સૌરવ ગાંગુલી

ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થયા પછી ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટીમના સ્પિન બોલિંગ ઓપ્શન પર સવાલ ઉઠાવ્યા છે. તેણે ભાર આપીને કહ્યું કે,…

ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થયા પછી ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટીમના સ્પિન બોલિંગ ઓપ્શન પર સવાલ ઉઠાવ્યા છે. તેણે ભાર આપીને કહ્યું કે, જ્યારે પિચ સપાટ થઈ જાય છે, તો એક એવો અસલી સ્પિનર હોવો ખૂબ જ જરૂૂરી છે જે મેચ પર પ્રભાવ પાડી શકે. ગાંગુલીએ એક્સ પર લખ્યું કે, ભારતનું આ સીરિઝમાં સફેદ બોલ અને રેડ બોલમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેણે કહ્યું, બેટિંગમાં પ્રદર્શન શાનદાર જોવા મળ્યું, પરંતુ તેઓએ એ સમજવું પડશે કે, ઘરથી બહાર ટેસ્ટ જીતવા માટે આવી પિચો પર એક અસલી સ્પિનરની જરૂૂર પડે છે, જે સમય સાથે સપાટ થઈ જાય છે. સૌરવ ગાંગુલીએ વોશિંગ્ટન સુંદરની ભૂમિકા પર પણ વાત કરી. તેણે કહ્યું કે, સુંદરને ભારતના મુખ્ય સ્પિન વિકલ્પ તરીકે જોવો જોઈએ નહીં. ત્યાર બાદ તેઓએ સ્પિનર કુલદીપ યાદવ અને માનવ સુથારની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા. તેઓએ પૂછ્યું કે, વોશિંગ્ટન એક ઓલરાઉન્ડર તરીકે રમી શકે છે… પણ કુલદીપ કે માનવ સુથાર ક્યાં છે?

વેલિંગ્ટનમાં ભારતે પહેલી ઇનિંગમાં 720 રન બનાવીને 352 રનની લીડ મેળવી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની બીજી ઇનિંગમાં 5 વિકેટ પર 239 રન બનાવીને મેચ ડ્રો કરવા સફળ રહી. ભારતીય બોલર સપાટ થતી પિચ પર વિકેટ લેવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા. ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સે છેલ્લા દિવસે ધીરજ બતાવતા ભારતીય બોલર્સને ખૂબ પરેશાન કર્યા.

આ મેચ ભારતની બોલિંગ પર સવાલ ઉઠાવે છે. વોશિંગ્ટન સુંદર નિયંત્રણ અને બેટિંગમાં ઊંડાણ તો આપે છે, પરંતુ ગાંગુલીનો તર્ક છે કે ભારતને એક સ્પેશલિસ્ટ સ્પિનરની પણ જરૂૂર છે જે વિકેટ લેવાની ક્ષમતા ધરાવતો હોય, ખાસ કરીને ત્યારે જ્યારે પિચ પરથી વધુ મદદ ન મળી રહી હોય.હવે ટીમનું ધ્યાન 27 નવેમ્બરથી શરૂૂ થઈ રહેલી ક્રાઇસ્ટચર્ચમાં બીજી ટેસ્ટ પર છે. ટીમ મેનેજમેન્ટે એ નક્કી કરવું પડશે કે તેઓ એ જ બોલિંગ યુનિટ સાથે ઉતરશે કે કોઈ ફેરફાર કરશે, ખાસ કરીને વેલિંગ્ટનમાં સપાટ પિચ પર વિકેટ લેવામાં થયેલી મુશ્કેલી પછી. કુલદીપ યાદવ અને માનવ સુથારને લઈને ગાંગુલીનો સવાલ મહત્વનો છે, કેમ કે તેમાંથી કોઈપણ સ્પિનર ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે ભારતીય ટીમમાં નથી. બંને આ વર્ષે ઓગસ્ટમાં શ્રીલંકા સામે ટેસ્ટ સીરિઝનો ભાગ હતા. વર્તમાન ટીમમાં વોશિંગ્ટન સુંદર સાથે રવીન્દ્ર જાડેજા જ એકમાત્ર સ્પિન વિકલ્પ છે.

ન્યુઝીલેન્ડને ઝટકો, સ્ટાર બોલર બ્લેક ટિકનર બહાર
ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં શરૂૂ થશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર બ્લેર ટિકનર ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બ્લેર ટિકનરને વેલિંગ્ટનમાં ટ્રેનિંગ સેશન દરમિયાન તેને આ ઈજા થઈ હતી. આ કારણે તે ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં રમી શકશે નહીં.ખાસ વાત એ છે કે ટિકનરને વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન મળ્યું નહોતું. હવે ઈજાને કારણે તે બીજી ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. આ સમાચાર ન્યૂઝીલેન્ડની ટીમ માટે ચિંતાજનક છે, કારણ કે છેલ્લી ટેસ્ટમાં ટીમને પોતાના તમામ ઉપલબ્ધ બોલરોનો ઉપયોગ કરવાની જરૂૂર પડી શકે છે.