પાકિસ્તાનના ક્રિકેટરોને અબુધાબી ટી-20 ટૂર્નામેન્ટમાંથી તગેડી મુકાયા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નો ચીફ અને ભારત-વિરોધી વલણ માટે જાણીતા મોહસિન નકવી થોડો સમય થાય એટલે કોઈ તમાશો ઊભો કરતો જ હોય છે. પીટીઆઇના અહેવાલ…

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નો ચીફ અને ભારત-વિરોધી વલણ માટે જાણીતા મોહસિન નકવી થોડો સમય થાય એટલે કોઈ તમાશો ઊભો કરતો જ હોય છે. પીટીઆઇના અહેવાલ અનુસાર નકવીનું પીસીબી દુનિયાભરની ફ્રેન્ચાઇઝી લીગ પાસે પૈસા માગી રહ્યું છે. સામાન્ય રીતે જો કોઈ ખેલાડીને કોઈ વિદેશી લીગ ટૂર્નામેન્ટમાં રમવાની છૂટ આપવાનો સમય આવે ત્યારે એ ખેલાડીનું ક્રિકેટ બોર્ડ પેલી વિદેશી લીગના ફ્રેન્ચાઇઝીઓ પાસેથી કંઈ પણ પૈસા લીધા વગર પોતાના ખેલાડીને (નિયમો અનુસાર) એમાં રમવા નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપે છે. જોકે અહેવાલ મુજબ નકવીનું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ શનિવાર, છઠ્ઠી નવેમ્બરે શરૂૂ થનારી અબુ ધાબી ટી-10 લીગમાં રમવા માટે પોતાના ખેલાડીઓને જે છૂટ આપી એના બદલામાં અબુ ધાબી ટૂર્નામેન્ટના ફ્રેન્ચાઇઝીઓ પાસેથી ખેલાડી દીઠ 10,000 ડોલર (અંદાજે 10 લાખ રૂૂપિયા) માગી રહ્યું છે.

આ લીગના સત્તાધીશોને આ જરાય નથી ગમ્યું એટલે એણે આ ટૂર્નામેન્ટમાંથી પાકિસ્તાની ખેલાડીઓને તગેડી મૂકવાનું શરૂૂ કરી દીધું છે. જોકે થોડા દિવસ પહેલાં પીસીબીએ એ એનઓસીના બદલામાં અમારી પાસે (ખેલાડી દીઠ) 10,000 ડોલર માગ્યા છે. પાકિસ્તાની ખેલાડીઓને એનઓસી આપવાના બદલામાં (પીસીબી) અમારી પાસે 25,000 ડોલર (અંદાજે 24 લાખ રૂૂપિયા) માગે છે. અહેવાલો મુજબ પીસીબી અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (એમએલસી) તથા યુએઇની ઇન્ટરનેશનલ ટી-20 લીગ જેવી ટૂર્નામેન્ટોના ફ્રેન્ચાઇઝી પાસે 25000 ડોલર માંગે છે.