રાઇઝિંગ સ્ટાર માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વૈભવ સૂર્યવંશીનો સમાવેશ

એશિયન ક્રિકેટ કાઉન્સિલ રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026 માટે બીસીસીઆઈએ સિલેક્ટર્સને ઈન્ડિયા એ ટીમની જાહેરાત કરી છે. આ આગામી ટૂર્નામેન્ટનું આયજન આ વર્ષે 19 થી…

એશિયન ક્રિકેટ કાઉન્સિલ રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026 માટે બીસીસીઆઈએ સિલેક્ટર્સને ઈન્ડિયા એ ટીમની જાહેરાત કરી છે. આ આગામી ટૂર્નામેન્ટનું આયજન આ વર્ષે 19 થી દોહામાં કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં દેશના અનેક યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દેખાડવાની તક છે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલી આ ટીમની કમાન યુવા અને અનુભવી બેટ્સમેન તિલકવર્માને સોંપવામાં આવી છે.

ટીમના વાઈસકેપ્ટનની જવાબદારી રજત પાટીદારને સોંપવામાં આવી છે. આ ટીમની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, ટીમમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને સામેલ કરવામાં આવ્યો છે. વૈભવે પોતાની વિસ્ફોટ્ક બેટિંગથી હાલમાં બધાનું ધ્યાન ખેચ્યું છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં વૈભવને માત્ર 2 મેચ રમવાની તક મળી હતી. જેમાં તેમણે ત્રીજી ટી20માં શાનદાર બેટિંગ કરી હતી. આ સિવાય ટીમમાં અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિંકુ સિંહ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવ જેવા ખેલાડીઓ સામેલ છે.

ટૂર્નામેન્ટના ફોર્મેટની વાત કરીએ તો. ઈન્ડિયા એ ટીમને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં ભારત સિવાય યુએઈ, નેપાળ અને પાકિસ્તાન એની ટીમ સામેલ છે. તો ગ્રુપ એમાં બાંગ્લાદેશ એ, શ્રીલંકા એ, અફઘાનિસ્તાન એ અને હોંગકોંગની ટીમ રમશે. સેમિફાઈનલ મેચ 26 અને 27 નવેમ્બરના ફાઈનલ મેચ 29 નવેમ્બરના રોજ રમાશે.

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટેની ભારત અ ટીમ: અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), તિલક વર્મા (કેપ્ટન), રજત પાટીદાર (વાઈસ-કેપ્ટન), રિંકુ સિંહ, કુમાર કુશાગ્રા (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપરજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, અરશદ ખાન.