Site icon Gujarat Mirror

ટી પોસ્ટની મેનેજર યુવતીને પ્રેમમાં દગો મળતા ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ

રૈયાગામ વિસ્તારમાં આવેલ વસુંદરા આવાસ યોજનાના ક્વાટરમાં રહેતી એક્તાબેન રાજેશભાઈ ઝાલા નામની 22 વર્ષની યુવતિ રેસકોર્સ રીંગરોડ ઉપર આવેલ ટી પોસ્ટમાં હતી ત્યારે બપોરેના એકાદ વાગ્યાના અરસામાં જેરી દવા પી લીધી હતી. યુવતિને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોિસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિજન પોલીસ ચોકીને જાણ કરતા એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં એકતાબેન ઝાલા ટી પોસ્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. અને અમદાવાદ સ્થિત યુવક સાથે પ્રેમ સબંધ હતો પરંતુ પ્રેમીએ દગો આપી અન્ય યુવતિ સાથે લગ્ન કરી લીધાની જાણ થતાં જ એકતાબેને ટી પોસ્ટમાં જ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version