મનપાના વેરાવિભાગ દ્વારા આજે બાકીદારોની વધુ બે મિલ્કત સીલ કરી છ મિલ્કતોની ટાંચ અને જપ્તીની નોટીસ ફટકારી ત્રણ નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂપિયા 35.13 લાખની વેરાવસુલાત કરી હતી.
શાસ્ત્રીનગર મેઈન રોડ પટેલ ઇન્ટીરીયર પ્રોડક્ટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.40 લાખ, ગાંધીગ્રામ બંસરી કોમ્પ્લેક્ષ શોપ નં-1 ને સીલ મારે બાકી માંગણું રૂૂ.91,486, બી.આર.ટી.એસ સ્ટોપ નજીક શીતલ પાર્કમાં ધ સ્પાયર ફિફ્થ ફ્લોર ફ્લેટ નં-509 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.56,515, ગાંધીગ્રામ શીતલ પાર્ક શેરી નં-3મા 1-યુનીટને નોટીસ સામે રિકવરી રૂૂ.50,000, પારેવડી ચોકમાં બી.જે કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-2ને નોટીસ સામે રિકવરી રૂૂ.1.5 લાખ, કુવાડવા રોડ લાટી પ્લોટ શેરી નં-8 માં એચ પી પેટ્રોલ પંપ ને નોટીસ સામે રિકવરી રૂૂ.5.86 લાખ, ઓલ્ડ મોરબી રોડ રઘુવીર પાર્કમાં 1-યુનિટની સામે નળ-કનેક્શન કપાત કરતા રિકવરી રૂૂ.1.06 લાખ, એમ.પી. પાર્કમાં 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા ઙઉઈ ચેક આપેલ, કૃષ્ણનગર મેઈન રોડ હરી ઓમ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-9 ને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.97,000, મવડી પ્લોટ મેઈન રોડ પર 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, ગજીવાડા વિસ્તારમાં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.74,000, શ્રી હરી ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.57,000, ભાવનગર રોડ આજી ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટ સામે સીલની કાર્યવાહી કરી હતી. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

