Site icon Gujarat Mirror

વેરા વિભાગની ઝુંબેશ વધુ 6 મિલકત સીલ, રહેણાંકના બે નળજોડાણ કપાયા

મનપાએ ત્રણ આસામીઓને જપ્તીની નોટિસ આપી સ્થળ ઉપર રૂા. 42.82 લાખની વસુલાત કરી

મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 6 બાકીદારોની મિલ્કત સીલ કરી રહેણાકના બે નળ જોડાણો કાપી ત્રણ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 42.82 લાખની વસુલાત કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા આજે મોરબી રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત કરતા રિકવરી રૂૂ.1.48 લાખ નો ામભ ચેક આપેલ, કુવાડવા રોડ પર આવેલ 1-યુનીટ નાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.92 લાખ નો ામભ ચેક આપેલ, કૂવાડવા રોડ પર આવેલ ‘પરમેશ્વર મોર્ટસ ‘ નાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.66,000/- નો ામભ ચેક આપેલ, પેડક રોડ પર આવેલ 1-યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.54,000, મનહર સોસાયટીમાં 1-નળ કનેક્શન કપાત કરતા રિકવરી રૂૂ.99,870, આજી વિસ્તારમાં 1-યુનીટ ની નોટિસ સામે રિકવરી રૂૂ.72,329, કે.પી ઇન્ડ.એરિયામાં 1-યુનીટને નોટિસ આપેલ,, કોઠારીયા મેઈન રોડ પર આવેલ 1-યુનીટ ની નોટિસ સામે રિકવરી રૂૂ.9,084, કોઠારીયા મેઈન રોડ પર આવેલ 1-યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.51,828 ામભ ચેક આપેલ, પ્રગતી સોસાયટીમાં માં 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.04 લાખનો ચેક આપેલ, ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.09 લાખ કરી હતી. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજરશ્રી વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Exit mobile version