ગુજરાત

આઇપીઓમાં વળતરની લાલચે 2.23 કરોડની ઠગાઇમાં સૂત્રધાર ચાર દિવસના રિમાન્ડ પર

Published

on

આરોપી રાજકોટ મૂકી અમદાવાદ રહેવા જતો રહ્યો હતો, શેરબજારમાં પૈસા ગુમાવતા છેતરપિંડી આચરી હોવાનું રટણ

આઈપીઓમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી જુદા-જુદા લોકો સાથે 2.23 કરોડની ઠગાઇ કરવાના કેસમાં નાસતા ફરતા આરોપી પ્રકાશ રતનશીભાઈ ચુડાસમા (રહે. હાલ માલાબાર કાઉન્ટી એચ-401, નિર્મલા યુનિવર્સિટી પાછળ, છારોળી ગોતા, અમદાવાદ)ને એલસીબી ઝોન-2ના સ્ટાફે ઝડપી લીધો હતો.


આરોપી વિરૂધ્ધ ગઇ તા. 30-6-2024ના રોજ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં જીગ્નેશભાઈ વ્યાસે ફરિયાદ નોંધાવી હતી.તેના ઉપરાંત અન્ય લોકોને આઈપીઓમાં રોકાણ કરવાથી ઊંચા નફાની લાલચ આપી આરોપી પ્રકાશે છેતરપિંડી કરી હતી. છેલ્લા ઘણા સમયથી આરોપી પ્રકાશને પોલીસ શોધતી હતી પરંતુ મળતો ન હતો.આખરે એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઈ જે.વી. ગોહિલ, રાજેશભાઈ મિયાત્રા, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ,કુલદીપસિંહ અને ધર્મરાજસિંહ સહિતના સ્ટાફે તેને ચોક્કસ માહિતીના આધારે અમદાવાદથી ઝડપી લીધો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી અગાઉ રાજકોટમાં સત્યસાંઇ હોસ્પિટલ રોડ પર આસોપાલવ સ્પ્રિગ્સમાં રહેતો હતો. આરોપી મૂળ જૂનાગઢનો છે. શેર બ્રોકર તરીકે કામ કરે છે. પ્રાથમિક પૂછપરછમાં શેર બજારમાં નાણા ગુમાવતા ઠગાઇ કર્યાનું રટણ કરી રહ્યો છે.આરોપીને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર મેળવી પોલીસે તપાસ આગળ ધપાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version