Site icon Gujarat Mirror

રાખડીના ધંધાર્થી સાથે સુરતના વેપારી દ્વારા 65 લાખની ઠગાઇ

યુનિવર્સિટી રોડ ઉપર સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતાં અને પેડક રોડ ઉપર જી.બી. ડાયમંડ નામનાં કોમ્પલેક્ષમાં અજંતા રાખડી નામે દુકાન ધરાવતાં મુળ જોડીયાનાં બાદનપર ગામનાં પ્રવિણભાઈ કાનજીભાઈ ઘેટીયા (ઉ.વ.55) સાથે ખરીદેલી રૂૂા 65 લાખની રાખડીના પૈસા નહી આપી યોગેશ પ3વિણચંદ્ર ગઢીયા (રહે, સુરત. મુળ, સાવરકુંડલા) સામે બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે,તેમની દુકાનમાં તેઓ તથા તેમનો દીકરો હાર્દીક અને મહેન્દભાઇ પોપટ કામ કરે છે.તેમજ રાખડી બનાવવાનુ કામકાજ તેમના કહેવાથી જુદા જુદા ગામડાઓની મહીલાઓ કરે છે અને તેઓ રાખડીઓ તૈયાર કરી તેમને પહોચાડે છે.ફરીયાદી પ્રવિણભાઈ અગાઉ સુરત રહેતા મુળ સાવરકુંડલાના મિત્ર કૌશિકભાઈ સાદરાણી કે જે રાખડીનો ધંધો કરે છે. તેને સુરત જઈ રાખડી પહોંચાડતા હતા. અઢી વર્ષ પહેલા તે રાખડીના નમુના લઈ કૌશિકભાઈની દુકાને જતા ત્યાં શખ્સઆરોપી યોગેશ હોવાનો અને તે રાખડીનો વેપાર કરતા હોવાનું તેને કૌશિકભાઈએ જણાવ્યું હતું.ત્યારબાદ આરોપી 2023માં રાજકોટ રૂૂબરૂૂ આવી પ્રવીણભાઈની દુકાનમાંથી રાખડીઆસ્ત્ર લઈ ગયો હતો. એટલું જ નહી ઘણી વખત તે ઓર્ડર આપીરાખડીઓ લઈ જતો હતો.ઓર્ડર બાદ ટ્રાવેલ્સ મારફતે આરોપીને રાખડી સુરત પહોંચાતા હતાં. જેની રકમ આરોપી આંગડીયા મારફત કે રૂૂબરૂૂ આપતો હતો.

ગઈ તા.8.7.23થી તા.17.8.23 દરમિયાન આરોપીએ કુલ રૂૂા.65,58, 972ની રાખડીઓ લીધી હતી.જેનુ તેણે પાકુબીલ બનાવી અલગ અલગટ્રાન્સપોર્ટ મારફતે આરોપીની દુકાને મોકલી હતી. આ બીલની રકમ આરોપીએ રક્ષા બંધન પછી મોકલી આપવાની ખાત્રી આપી હતી. જો કે રક્ષા બંધન બાદ આરોપી પાસે ઉઘરાણી કરતા તે બહાના બતાવા લાગ્યો હતો. તેમજ પ્રવીણભાઈને રૂૂબરૂૂ બોલાવ્યા હતાં. પરંતુ આરોપી મળતો ન હોવાથી અને બીજી તરફ આરોપીએ ફોન પણ બંધ કરીદેતાં ફરીયાદ નોંધાવી હતી.આ ઘટનામાં બી ડિવિઝન પોલીસમાં પીએસઆઇ પીઠીયા તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version