ઉના ખાંડ ઉદ્યોગ ફેકટરીના 600 કામદારોને 23 કરોડ ચૂકવવા સુપ્રિમ કોર્ટનો આદેશ

ઉના તાલુકા ખેડુત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી,ઉના ધ્વારા ફેકટરીમાં પ્રથમ બે વખત ગેરકાયદેસર લે-ઓફ અને બાદમાં કામદારોને કાયદાનુસાર કોઈ હકક-હિસ્સા ચુકવ્યા વિના છુટા કરાતા…

ઉના તાલુકા ખેડુત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી,ઉના ધ્વારા ફેકટરીમાં પ્રથમ બે વખત ગેરકાયદેસર લે-ઓફ અને બાદમાં કામદારોને કાયદાનુસાર કોઈ હકક-હિસ્સા ચુકવ્યા વિના છુટા કરાતા 600 ઉપરાંતના કામદારોને બેહાલ અને બેકાર કરાતા સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ, રાજકોટ તરફથી કામદારોને ન્યાય અપાવવા કાનુની લડત શરૂૂ કરાતા અને 40 વર્ષની સતત કાનુની લડત બાદ કામદારોને ન્યાય અપાવવામાં સફળતા મળતા 600 જેટલા કામદારો વચ્ચે રૂૂપિયા 23 કરોડ જેટલી રકમ ચુકવવાપાત્ર થયેલ છે પરંતુ અદાલતી આદેશોનો અમલ ન કરાતા જવાબદારો સામે ક્ધટેમ્પ ઓફ કોર્ટની નોટીસો જવાબદારોને બજાવવામાં આવેલ છે.

આ સંદર્ભે માહિતી આપતા સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ,રાજકોટના પ્રધાનમંત્રી દિલીપભાઈ ઠાકરે જણાવેલ છે કે, ઉના ખાંડ ઉધોગ પાસે શેરડીનો પુરતો સ્ટોક હતો તેનુ અન્યત્ર વેચાણ કરી રો-મટીરીયલ્સ, શેરીડી ફેકટરી પાસે નથી તેમ જાહેર કરી ખાંડ ફેકટરી બંધ કરાતા સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ,રાજકોટ તરફથી મજૂર અદાલત, ઔધોગીક અદાલત, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ન્યાયી પ્રક્રીયા કરેલ, દરમ્યાન ફેકટરી તરફથી વજુદ વિનાનાં વાંધા ઉપસ્થિત કરતા રહેલ, તેની સામે સચોટ રજુઆતના પરિણામ સ્વરૂૂપ કામદારોને ન્યાય અપાવતા હુકમો મળેલ છતા ખાંડ ફેકટરીનો વહીવટ સરકારની હોય સરકારી વહીવટી અધિકારીઓની અણઆવડ, બદઈરાદાથી ઉપર સુપ્રિમકોર્ટમાં પીટીશન કરેલ તે સામે પણ સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ, રાજકોટ તરફથી કરાયેલ રજુઆતો બાદ સુપ્રિમકોર્ટ ધ્વારા અપાયેલ આખરી ચુકાદા મુજબ 600 ઉપરાંતના કામદારોને રૂૂપિયા ત્રેવીસ કરોડ જેટલી રકમ મળવાપાત્ર થયેલ.

સુપ્રિમકોર્ટના ચુકાદાનો ગુજરાત રાજયના અધિકારીઓએ અમલ ન કરી ચુકાદાની અવમાનના બદલ ગુજરાત રાજયના પ્રિન્સીપલ સેક્રેટરી મનોજકુમાર દાસ,સહકાર વિભાગના સેક્રેટરી અરૂૂણકુમાર સોલંકી,રેવન્યુ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી જયંતિરવિ,ખાંડ નિયામક નિયામકથી સુનિલ ચૌધરી,ગીર સોમનાથના જીલ્લિા કર્લકટરથી જીતેન્દ્રસિંહ વાઘેલા,જીલ્લા રજીસ્ટ્રાર અને ફડચા અધિકારી નિર્મળસિંહ ગોહેલ,મામલતદાર ધીરજલાલ ભીમાણી,ડેપ્યુટી કલેકટર અજયસિંહ ચાવડાને સૌરાષ્ટ્ર મજુર મહાજન સંધ 2 ધ્વારા ક્ધટેમ્પટ ઓફ કોર્ટની નોટીસ પાઠવેલ છે.