Site icon Gujarat Mirror

હત્યાની કોશિશના ગુનામાં સજાનો હુકમ મોકૂફ રાખી આરોપીને જામીન મુક્ત કરતી સુપ્રીમ કોર્ટ

રાજકોટમાં લોન રિકવરી એજન્ટ સહિત બે ઉપર છરી ધોકાથી હુમલો કરી હત્યાની કોશિશના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને ફટકારેલી દસ વર્ષ સુધી સજાના હુકમ સામે હાઇકોર્ટમાં અપીલના કામે વધુ એક આરોપી દ્વારા કરવામાં આવેલી સજા મોકુફીની દરખાસ્ત સુપ્રીમ કોર્ટે મંજૂર કરીને આરોપીને જામીન ઉપર છોડવા હુકમ કર્યો છે.

આ અંગેની હકીકત મુજબ, રાજકોટમાં કેપિટલ ફાઈનાન્સ કંપનીમાં લોન રિકવરી એજન્ટ તરીકેનું કામ કરતા મીત ભરતભાઈ સરવૈયા અને તેનો મિત્ર કલ્પેશ રામભાઈ ધ્રાંગીયા બંને ગોંડલ મુકામે રિકવરી માટે ગયા હતા. ત્યારે આરોપી સંદિપ ઉર્ફે દીકુ સુરેશભાઈ દેવડાએ ફોન કરી તારા પૈસા તું રાજકોટ ત્રિશુલ ચોક પાસે રાજદીપ પાને આવીને લઈ જા તેવું કહેતા મિત સરવૈયા અને તેનો મિત્ર કલ્પેશ રૂૂપિયા લેવા માટે ગયા હતા. ત્યારે સંદિપ ઉર્ફે દીકુ સુરેશભાઈ દેવડા, દીકુ સુરેશભાઈ રજપુત અને બાઠીયો કોળી સહિતના શખસોએ બંને મિત્ર ઉપર ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જે અંગે મિત સરવૈયાએ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જે કેસ ચાલી જતા સેશન્સ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીને દસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

જે હુકમ સામે આરોપીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી જામીન અરજી કરવામાં આવી હતી. જે હાઈકોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલી હતી. જેમાં અગાઉ એક આરોપીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી જામીન અરજી મંજૂર થઈ હતી, ત્યારબાદ આરોપી સંદિપ ઉર્ફે દીકુ સુરેશભાઈ દેવડાએ ગોંડલના એડવોકેટ વિજયરાજસિંહ જાડેજા મારફત હાઈકોર્ટના હુકમથી નારાજ થઈને સુપ્રીમ કોર્ટમાં સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ દાખલ કરવામાં આવી હતી. જે સુપ્રીમ કોર્ટમાં ડબલ જજની બેન્ચમાં ચાલવા પર આવતા જસ્ટીસ પંકજ મિથલ અને જસ્ટીસ પ્રસન્ના બી. વારલે દ્વારા આરોપીના બચાવ પક્ષના એડવોકેટની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સંદિપ ઉર્ફે દીકુ સુરેશભાઈ દેવડાને જામીન મુકત કરતો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.

આ કેસમાં આરોપી વતી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ પ્રદ્યુમન ગોહીલ, તરૂૂણસિંઘ ગોહીલ, વિજયરાજસિંહ એસ. જાડેજા, અલાપ્તી સાહિત્ય ક્રિષ્ના, હેતવી કેતન પટેલ, ઋષભ એન., કાપડીયા, તાનીયા બંસલ, ગોંડલના હર્ષિદાબેન કે. ચનિયારા અને કલ્પેશભાઈ એ. ચનિયારા રોકાયા હતા.

Exit mobile version