ગુજરાત
રાજકોટ જિલ્લાના 8 મધ્યાહન ભોજન કેન્દ્રો પર પુરવઠા વિભાગના દરોડા
આજે સવારે કલેકટર પ્રભાવ જોશીની સૂચના બાદ ડીએસઓ રાજેશ્રી વાંગવાણી એને રીનાબેનની ટીમો રાજકોટ તાલુકા તેમજ અન્ય બે તાલુકાની કુલ આઠ મધ્યાહન ભોજન કેન્દ્રો પર ત્રાટકી છે. જેમાં લોધીકા તાલુકાની કુમાર છાત્રાલય, અને ક્ધયા છાત્રાલય સહિતની સ્કૂલોમાં રેડ કરવામાં આવી હતી.અને ભોજનની ગુણવત્તા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓચિંતાની રેડ પડતાં સ્કૂલ સંચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા અને ચેમ્બરના પ્રતિનિધિ રાજુ ઝુજા દ્વારા પુરવઠા વિભાગની બેઠકમાં અનાજ રજૂ કર્યા બાદ કલેક્ટર આકરા-પાણી જોવા મળી રહ્યા છે અને મધ્યાન ભોજન કેન્દ્રો પર કલેકટરની સૂચના બાદ આ દરોડાનોનો શરૂૂ કરવામાં આવ્યો છે.
તમામ કેન્દ્ર પર અપાતા ઘઉં-ચોખા દાળ તથા બાળકોને જે ભોજન આપવામાં આવશે તેમની ગુણવત્તા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેમજ બાળકોને સંખ્યા તેમજ રોજે રોજ બનતી રસોઈનો આંકડો પણ મેળવવામાં આવ્યો હતો. આ અંગે સાંજ સુધીમાં પુરવઠા વિભાગ દ્વારા કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવશે