રાજકોટ યાર્ડમાં ઉનાળુ જણસીની મબલખ આવક, રોજ 1300 ટ્રક ઠલવાય છે

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ઉનાળુ સિઝનની જણસીની મબલખ આવક થઇ રહી છે. ઘઉં, જીરૂ, મેથી, ચણા, એરંડા, વટાણા, ધાણા, તુવેર, રાયડો સહીતના પાકના રોજિંદી આવક યાર્ડમાં…

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ઉનાળુ સિઝનની જણસીની મબલખ આવક થઇ રહી છે. ઘઉં, જીરૂ, મેથી, ચણા, એરંડા, વટાણા, ધાણા, તુવેર, રાયડો સહીતના પાકના રોજિંદી આવક યાર્ડમાં ઠલવાઇ રહી છે. એક જ દિવસમાં 1200-1300થી વધુ ટ્રક ભરીને જણસી આવી રહી છે. મધરાતથી જ યાર્ડ બહાર વાહનોની લાઇન લાગી જાય છે.

કઇ જણસીની કેટલી આવક?
જીરૂની આવક 5700 મણ
ઘઉંની આવક 33500 મણ
મેથીની આવક 9300 મણ
ચણાની આવક 84000 મણ
એરંડાની આવક 13300 મણ
ધાણાની આવક 6000 મણ
વટાણાની આવક 4800 મણ
મગફળીની આવક 4200 મણ
તુવેરની આવક 3000 મણ
કલોંજીની આવક 4600 મણ
કપાસની આવક 3000 મણ
રાય/રાયડોની આવક 3000 મણ
સફેદ તલ ની આવક 3600 મણ