તેજી ધીમી પડતા સબ રજિસ્ટ્રારની આવકમાં 3.87 કરોડનું ગાબડું

રાજકોટ શહેર-જીલ્લાની 18 સબરજીસ્ટ્રાર કચેરીમાં ગયા મહિનામાં જમીન-મકાન-ફ્લેટ-ખેતીની જમીન ખરીદીમાં મે મહિના કરતા તેજી ધીમી પડી છે.અધિકારી સૂત્રોના કહેવા મુજબ જૂન -2026 માં કુલ 14041…

રાજકોટ શહેર-જીલ્લાની 18 સબરજીસ્ટ્રાર કચેરીમાં ગયા મહિનામાં જમીન-મકાન-ફ્લેટ-ખેતીની જમીન ખરીદીમાં મે મહિના કરતા તેજી ધીમી પડી છે.અધિકારી સૂત્રોના કહેવા મુજબ જૂન -2026 માં કુલ 14041 દસ્તાવેજ નોંધાયા છે, જેમાં વપરાયેલ ફી 11 કરોડ 75 લાખ અને ઉપયોગમાં લેવાયેલ સ્ટેમ્પડયુટી 71 કરોડ 64 લાખ મળી કુલ 83 કરોડ 39 લાખની સરકારને આવક થઇ છે.

જૂન મહિનામાં 14041 દસ્તાવેજ નોંધાયા છે. મે મહિનામાં 13935 દસ્તાવેજ હતા, એટલે કે 106 દસ્તાવેજો વધુ થયા છે, પરંતુ આવકમાં 3 કરોડ 87 લાખ જેવો ઘટાડો નોંધાયો છે. સબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રોએ ઉમેર્યું કે, સૌથી વધુ દસ્તાવેજ રાજકોટ-2 મોરબી રોડ પર 1788, તો સૌથી ઓછા વીછીયા ક્ષેત્રમાં 85 દસ્તાવેજો નોંધાયા. અન્ય સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ દસ્તાવેજોની વિગતો જોઈએ તોલોધીકા-898, કોટડાસાંગાણી-592, રાજકોટ-5 મવામાં-894, રાજકોટ-6 મવડીમાં 1289 , જસદણ-504, રાજકોટ-7 કોઠારીયામાં-854, રાજકોટ-8 રૂૂરલમાં-855, રાજકોટ-3 રતનપર-1176, જેતપુર-698, ઉપલેટા -480, ધોરાજી 358, ગોંડલ-1269, રાજકોટ-1-888, રાજકોટ-4 રૈયામાં-1029, પડધરી-237 તથા જામકંડોરણા-147 દસ્તાવેજોની નોંધણી થઈ છે.

મવડીમાં મોરબી રોડ કરતા 499 દસ્તાવેજ ઓછા પરંતુ સરકારને આવક 1.42 કરોડ વધુ
શહેરમાં દસ્તાવેજની રકમના આધારે ગણતરી થતી સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફીમાં પણ અસમાનતા જોવા મળી રહી છે, મવડી સબરજીસ્ટ્રાર ખાતે 1289 દસ્તાવેજની નોંધણીથી 1.43 કરોડ નોંધણી ફી અને 8.47 કરોડ સ્ટેમ્પ ડયુટી મળીને કુલ 9.90 કરોડની આવક થઇ છે જયારે મોરબી રોડ કચેરી ખાતે 1788 દસ્તાવેજની કુલ આવક મવડીથી 1.42 કરોડ ઓછી એટલે કે 8.48 કરોડ થઇ છે