ગુજરાત
આંકડાશાસ્ત્ર અને ભૂગોળનું એક જ દિવસે પેપર હોવાથી વિદ્યાર્થીઓમાં કચવાટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આ વર્ષે ભૂગોળ અને આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષા એક જ દિવસે રખાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે તેમ હોવાનું જણાતા શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિષય માળખામાં જૂથ-4માં આપેલા વિષયો પૈકી 3 વિષય પસંદ કરવાના હોય છે, જેમાં આંકડાશાસ્ત્ર અને ભૂગોળ બંને વિષયો સામેલ હોવાથી વિદ્યાર્થીએ જો આ બંને વિષય પસંદ કર્યા હશે તો તેણે એક જ દિવસ બંને પેપર આપવા પડશે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટીમ સાથે બુધવારે રાજ્યના શિક્ષણમંત્રીની રૂૂબરૂૂ મુલાકાત કરી વિવિધ મુદ્દા પર રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે શિક્ષણમંત્રી દ્વારા પણ જે તે વિભાગને જરૂૂરી સૂચના આપવામાં આવી છે. શૈક્ષિક સંઘ દ્વારા જે મુદ્દાઓને લઈને રજૂઆત કરાઈ હતી તેમાં, ઇંઝઅઝ મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેરબદલી કેમ્પ, અરસ પરસ બદલી કેમ્પ બાબતે રજૂઆત કરાઈ . કેમ્પને લઈને પડતી મુશ્કેલીઓ અંગે પણ શિક્ષણમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
ધોરણ-12ની સામાન્ય પ્રવાહ જૂથ-4ના ભૂગોળ અને આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષાના પેપરો એક જ દિવસે છે, જેનાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તે માટે વિદ્યાર્થીઓના હિતમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઈ હતી. ગત પરીક્ષામાં આંકડાશાસ્ત્ર અને ભૂગોળ વિષયની પરીક્ષા અલગ અલગ દિવસે લેવાઈ હતી. જોકે, આ વખતે બંને વિષયોની પરીક્ષા 7 માર્ચે રાખવામાં આવી છે.
આ ઉપરાંત શિક્ષકોને બૂથ લેવલ ઓફિસરની કામગીરીમાંથી મુક્તિ આપવા માટે પણ રજૂઆત કરાઈ હતી. હ્ણશિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ અગ્રતાની ખાલી રહેલી જગ્યાઓમાં શ્રેયાનતાવાળા શિક્ષકોનો સમાવેશ કરવા ઓફ્લાઈન કેમ્પ યોજવા બાબત પણ રજૂઆત કરાઈ હતી. આગાઉ જિલ્લા ફેર બદલી કરાવી ચૂકેલા અને મહેકમના કારણે છૂટા ન થઈ શકેલા તમામ શિક્ષકોને ઓનલાઈન બદલી કેમ્પમાં અગ્રતા લાભ આપવા બાબત પણ શિક્ષણમંત્રીને ભલામણ કરાઈ હતી. આ પ્રશ્નોની ચર્ચા સંગઠનના હોદ્દેદારો દ્વારા શિક્ષણમંત્રીને રૂૂબરૂૂ મળી કરાઈ હતી. જેના ઉકેલ માટે શિક્ષણમંત્રીએ પણ તત્પરતા દર્શાવી છે.