Site icon Gujarat Mirror

હળવદનાં ચરાડવામાં છાત્રો દ્વારા ચક્કાજામ

વિદ્યાર્થીઓ દ્વારા અનેક રજૂઆત કરવા છતાં ચરાડવા ગામે બસ શરૂ ન કરાતા આંદોલન: ત્રણની અટકાયત

હળવદના વિધાર્થીઓને અપ ડાઉન કરવા માટે એસટી બસની સુવિધાઓને લઈને અવાર નવાર વિધાર્થીઓ દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ ન લાવતા આજે હળવદની સરા ચોકડી પાસે વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદ માળિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેને લઈને સ્થાનિક તંત્ર ત્યાં પહોચ્યું હતું અને ત્રણથી વધુ લોકોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તો સાથે બસ શરુ કરવાના બદલે વૈકલ્પિક વ્યવસ્થા શરુ કરી આંદોલન સમેટવા પ્રયાસ કરાયો હતો.

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ઉચ્ચ અભ્યાસ માટે એસટી બસમાં વિદ્યાર્થીઓ અપ ડાઉન કરતા હોય છે જેમાં સત્ર શરુ થયાને લગભગ દોઢ મહિના જેટલો સમય વીતવા છતાં બસની યોગ્ય રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી વિધાર્થીઓ ગુસ્સે ભરાયા હતા અને પોતાનો રોષ ઠાલવવા અને એસટી તંત્રના બહેરા કાન સુધી રજૂઆત કરવા રોડ પર ઉતરી આવ્યા હતા અને અમદાવાદ માળિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો હળવદના ચરાડવા ગામના છાત્રો આજે રસ્તા પર ઉતર્યા હતા જેમાં હાઈવે ચક્કાજામ કરતા હાઇવે પર વાહનોના થપ્પા લાગી જતા પોલીસ તંત્ર અને એસટી તંત્ર દોડતું થયું હતું અને પોલીસ દ્વારા ચક્કાજામ કરવા માટે પ્રોત્સાહિત કરનાર ત્રણ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.

અને પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવા પ્રયાસ કર્યો હતો તેમજ એસટી તંત્ર દ્વારા પણ હાલ છાત્રો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી તેમજ આવતીકાલથી નવી બસ ની વ્યવસ્થાની ખાતરી આપી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો ચરાડવા ગામમાં ગત કાલે મોડી રાત્રે પણ હાઇવે ચક્કાજામ કરી પોતાનો રોષ વ્યક્ત કરવા છાત્રોએ વ્યૂહ રચના ઘડી હતી પરંતુ પોલીસે એસટી વિભાગ અને રાજકીય આગેવાનોની સમજાવત થી ચક્કાજામ ન કરવા સમજુતી થઇ હતી.અને જેને લઈને આજે વહેલી સવારે બસ વિદ્યાર્થીઓને લેવા આવી પણ બપોરે મુકવા ન આવતા વિધાથીરઓની ધીરજ ખૂટી હતી અને જેના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા

Exit mobile version