Site icon Gujarat Mirror

ટેલીગ્રામ મારફત રૂા.9000ની છેતરપિંડી થતા ઠપકાના ડરથી છાત્રએ દવા પીધી

oplus_262176

રેલનગરનો યુવાન ઙઠઉ ઓફિસમાં એપ્રેન્ટિસ તરીકે નોકરી કરતો હતો, શેરબજારમાં રોકાણની લીંકમાં ફસાયો

ઓનલાઇન માધ્યમથી થતી સાયબર છેતરપીંડીના બનાવો વધી રહ્યા છે. પોલીસ પણ સાયબર છેતરપીંડીથી બચવા જાહેરાતો કરે છે. આમ છતા લાલચમાં આવી લોકો નાણા ગુમાવતા રહે છે. આવા જ એક બનાવમાં રેલનગરમાં રહેતો યુવાન ફસાયો છે. ટેલીગ્રામના માધ્યમથી શેરબજારમાં રોકાણ કર્યા બાદ રૂા.9000ની છેતરપીંડી થતા પિતા ઠપકો આપશે તેના ડરથી આઇટીઆઇના છાત્રએ ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો છે.

જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં શ્રીજી રેસીડેન્સીમાં રહેતા શિવમ નિપુલભાઇ મકવાણા (ઉ.વ.22) નામના યુવાને ગત રાતે આર વર્લ્ડ સિનેમા પાછળ પીડબલ્યુડીની ઓફીસમાં હતો ત્યારે ઉંદર મારવાની દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં શિવમ બે ભાઇમાં નાનો અને આઇટીઆઇ કરે છે તથા પીડબલ્યુડીની ઓફીસમાં એપ્રન્ટીસ તરીકે નોકરી કરે છે. તેને ટેલીગ્રામમાં શેરબજારમાં રોકાણ માટે લીંક આવતા તેણે રૂા.5000નુ રોકાણ કર્યું હતું અને રૂા.34000નો નફો દેખાડતા તે રકમ ઉપાડવા જતા વધુ રૂા.4200 નાખવાનું કહેતા તેણે વધુ રૂા.4200 ટ્રાન્સફર કર્યા બાદ પણ પૈસા ઉપડતા ન હોય જેથી તેની સાથે છેતરપીંડી થઇ હતી.
ટેલીગ્રામ મારફત છેતરપીંડીમાં રૂા.9200 ગુમાવતા ઘરે પિતા ઠપકો આપશે તેવા ડરથી તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

Exit mobile version