Site icon Gujarat Mirror

મોરબીમાં સ્કૂલના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મૃત્યુ

પગ લપસી જતાં પડી ગયાનું અનુમાન, સીસીટીવીના આધારે તપાસ

મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં 16 વર્ષીય વિધાર્થી પડી જવાથી તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,16 વર્ષીય પ્રિત ફળદનું સ્કૂલમાં મોત થયું છે,તો સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી મોત થયાની આશંકા સેવાઈ રહી છે,સમગ્ર મામલે શાળાના સંચાલકોની પોલીસે પૂછપરછ કરી છે અને શાળાની અંદરના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.

મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી છે,વિધાર્થી ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને શાળાના સ્વિમિંગ પુલ પાસે ગયો હતો અને તેમાં પગ લપસી ગયો હોવાની વાત સામે આવી છે,તો ટંકારા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.હાલતો સમગ્ર મામલો થાળે પાડવાનો સ્કૂલ સંચાલકો દ્વારા મરણિયા પ્રયાસો કરવામાં આવ્યા છે,તો બાળકના માતા-પિતાનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે.

સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને શાળાના સંચાલકોના નિવેદન લીધા છે,મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,આ સમગ્ર ઘટનામાં અચાનક બાળકનું કઈ રીતે મોત થયું તે પણ તપાસનો વિષય છે,સ્કૂલની અંદરના સીસીટીવી પણ પોલીસે તપાસ માટે લીધા છે અને તપાસ શરૂૂ કરી છે.ત્યારે પોલીસની તપાસમાં શું સામે આવશે તે જોવાનું રહ્યું.આવી રીતે વિધાર્થી અંદર સ્વિમિંગ પુલમાં પડી જાય છે તો શાળાના સંચાલકો તેમજ અન્ય સ્ટાફ શું ધ્યાન રાખે છે બાળકોનું તેની પર સવાલ ઉભા થયા છે,આ બેદરકારી નહી પણ ગંભીર બેદરકારી છે.

Exit mobile version