Site icon Gujarat Mirror

પરાપીપળિયા ગામે નર્સિંગ કોલેજમાં છાત્રનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામે નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલા હિરામણનગર શેરી નં.3માં રહેતો અને પરાપીપળીયા ગામે આવેલી સોઢા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતો યશ નવનીતિભાઈ બગથરીયા (ઉ.19) આજે સવારે કોલેજે ગયો હતો. ત્યારે કોલેજમાં જ અગમ્યકારણોસર ફીનાઈલ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version