ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ દ્વારા આજથી પાંચ નવી એસી સીટર લકઝરી બસ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે. રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એસટી નિગમ દ્વારા એસી સીટર લકઝરી બસ દોડાવશે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ આ નવી સેવાનો આરંભ કરાવ્યો હતો.
રાજકોટ બસ પોર્ટ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રોજ રાત્રે 9.30 કલાકે એસટી નિગમ દ્વારા એસી સીટર લકઝરી બસ દોડાવવામાં આવશે જે રાજકોટથી ઉપડી વાયા નડિયાદ, આણંદ, બરોડા અને ડભોઈ હોલ્ડ કર્યા બાદ વહેલી સવારે 6 કલાકે સ્ટેચ્યુઓફ યુનિટી ખાતે પહોચશે જયારે બપોરે 4 કલાકે સ્ટેચ્યુઓફ યુનિટી ખાતેથી આ બસ રાજકોટ ખાતે ઉપડશે જે ડભોઈ, બરોડા, આણંદ અને નડિયાદ થઈ રાત્રે 12.45 કલાકે રાજકોટ પહોચશે જેનું ભાડુ 747 રૂૂપીયા રહેશે.
આ ઉપરાંત આજથી રાજકોટ, દાહોદ, રાજકોટ, મોરબી, અને મોરબી-જામનગર વચ્ચે પણ એસી સીટર લકઝરી બસની સુવિધા શરૂૂ કરવામાં આવી છે. રાજકોટ-દાહોદનું ભાડુ રૂૂ. 784, રાજકોટ-મોરબીનું ભાડુ રૂૂ.130 અને મોરબી-જામનગરનું ભાડુ રૂૂ.194 નિયત કરવામાં આવ્યું છે.
રાજકોટ ડિવીઝન દ્વારા હાલ અમદાવાદ, બરોડા, ભૂજ અને નાથદ્વારા રૂૂટ પર 17 વોલ્વો સીટર, ભાવનગર, ભૂજ, દીવ, ઉના, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, જામનગર, જૂનાગઢ, મુંદ્રા, મહુવા અને દ્વારકા રૂૂટ પર 20 એસી સીટર જયારે જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જૂનાગઢ સોમનાથ રૂૂટ પર 23 ઈલેકટ્રીક બસ દોડાવવામાં આવી રહી છે.
