Site icon Gujarat Mirror

રાષ્ટ્રીયકૃત બેંકો-વીમા કર્મચારીઓની હડતાળ, ઉગ્ર પ્રદર્શન

ચાર કેન્દ્રીય કાયદાના વિરોધમાં કામદારો રસ્તા પર ઉતર્યા, ફાઇવ-ડે વીક સહિતની માગણી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સરકારી બેંકો ઉપરાંત એલ.આઇ.સી.ના કર્મચારીઓ તથા શ્રમિક સંગઠનોએ કેન્દ્ર સરકારના અલગ અલગ કાયદાઓના વિરોધમાં હડતાલ પાડી હતી જેના કારણે બેંક અને વીમાક્ષેત્રના વ્યવહારોમાં અસર જોવા મળી હતી. રાજકોટમાં આજે એસ.બી.આઇ. સહિતની રાષ્ટ્રીયકૃત બેંકો અને એલ.આઇ.સી.ના કર્મચારીઓએ હડતાલ પાડી હતી અને ઉગ્ર સુત્રોચ્ચારો સાથે પ્રદર્શન કર્યુ હતું.

ગુજરાત સહિત દેશભરમાં ગત તા.27 જાન્યુઆરીના રોજ બેંક કર્મચારીઓએ હડતાલ પાડ્યા બાદ 15 દિવસમાં આજે બીજી વખત હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો હતો જો કે, ખાનગી અને સહકારી બેંકો રાબેતા મુજબ ચાલુ હોવાથી માત્ર રાષ્ટ્રીયકૃત બેંકોના જ નાણાકિય વ્યવહારોને અસર થવા પામી હતી.

આ દેશવ્યાપી બેંક હડતાળ પાછળનું સૌથી મોટું કારણ કેન્દ્ર સરકારના ચાર નવા લેબર કોડ છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયઝ એસોસિએશન (અઈંઇઊઅ) અને અન્ય અગ્રણી સંગઠનોની દલીલ છે કે, આ નવો શ્રમ કાયદો 29 જુના શ્રમ કાયદાનું સ્થાન લેશે, જેમા શ્રમિક અને કર્મચારીઓના મૌલિક અધિકારો નબળાં વડે છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે, આ લેબર કોડ લાગુ થવાથી ટ્રેડ યુનિયનોનું રજિસ્ટ્રેશન મુશ્કેલ બનશે અને કંપની મેનેજમેન્ટને કર્મચારીઓ સાથે મનમાની કરવાની છુટ મળી જશે.

માત્ર લેબર કોડ જ નહીં, પરંતુ બેંક કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી 5 ડે વર્ક વીક (શનિવાર રજા) ની માંગણી કરી રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે, વધતા માનસિક તણાવ અને કામના દબાણ વચ્ચે સુસંગત વર્ક લાઇફ બેલેન્સ માટે સપ્તાહમાં બે દિવસ રજા હોવી જરૂૂરી છે. ઉપરાંત વેતન વિસંગતતા અને ખાલી જગ્યા પર નવી ભરતી જેવા મુદ્દાઓએ પણ હડતાળમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

Exit mobile version