શેરી ફેરિયાઓને મળશે 30,000ની મર્યાદાવાળુ ક્રેડિટ કાર્ડ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાનેPMSVAnidhi યોજનાનો કાર્યક્રમ તીરુવનંતપુરમ, કેરળ ખાતે યોજવામાં આવેલ. આ કાર્યક્રમની સમાંતર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23/01/2026ને શુક્રવારના રોજના અરવિંદભાઈ મણીયાર હોલ, જયુબેલી…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાનેPMSVAnidhi યોજનાનો કાર્યક્રમ તીરુવનંતપુરમ, કેરળ ખાતે યોજવામાં આવેલ. આ કાર્યક્રમની સમાંતર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23/01/2026ને શુક્રવારના રોજના અરવિંદભાઈ મણીયાર હોલ, જયુબેલી બાગ, રાજકોટ ખાતે સવારે 10:00 કલાકે રાજકોટ ખાતે યોજવામાં આવેલ. આ જીવંત પ્રસારણ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે લાભાર્થીઓને ટોકન સ્વરૂૂપે સહાય વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં સમાંતર રીતે યોજવામાં આવેલ.

જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તીરુવનંતપુરમ, કેરળ ખાતેના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કાયદો અને નીયમન સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટરઓ મંજુબેન કુગશીયા, દુર્ગાબા જાડેજા, વિનુભાઈ સોરઠીયા, દક્ષાબેન વસાણી, નાયબ મ્યુનિસિપલ સમીર ધડુક, સહાયક કમિશનર વિપુલ ઘોણીયા, એન્ક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, મેનેજરઓ કૌશિક ઉનાવા, રાજીવ ગામેટી, પ્રણય પંચોલી, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, બહોળી સંખ્યામાં PMSvanidhi યોજનાના લાભાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહેલ.

આ અવસરે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નંખાયો, તેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ એક નવી ઊંચાઈ મળી છે. ગુજરાતની આ વિકાસયાત્રાએ સમાજના છેવાડાના માનવી અને ગામે ગામ સુધી સુશાસન અને કલ્યાણના ફળ પહોંચાડ્યા છે. આજે જયારે અહીથી પી.એમ.સ્વનિધિયોજનાના લાભાર્થીઓને લોન અને ક્રેડીટ કાર્ડ વિતરણ કરવામા આવી રહ્યુ છે ત્યારે હુ કહેવા માંગીશ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આ યોજના એક મજબૂત પગલું છે. કોરોના મહામારીના કપરા સમયમાં જે નાના વેપારીઓના ધંધા-રોજગારને અસર થઈ હતી, તેમને ફરી બેઠા કરવા માટે આ યોજના જીવનરેખા બની છે.

આ યોજના શેરી ફેરિયાઓને ગેરંટી વિના, ઓછી વ્યાજ સબસિડી સાથે રૂૂ.15,000, 25,000 અને પછી 50,000 સુધીની લોન પૂરી પાડે છે અને આ યોજના હેઠળ લોન મેળવનાર અને નિયમિત હપ્તા ભરનાર તમામ લાભાર્થીઓને વ્યાજમાં 7% સબસીડીનો લાભ સરકાર તરફથી મળે છે અને ઓનલાઈન ડિઝિટલ ટ્રાન્ઝેક્સન કરનારને મહત્તમ રૂૂ.1600 કેશબેકનો લાભ પણ મળવાપાત્ર છે.સાથોસાથ તાજેતરમાં ભારત સરકાર દ્વારા બીજા તબક્કાની લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને રૂૂ.30,000/ ની મર્યાદામાં ક્રેડિટ કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ થશે. તેમના પરિવારજનોને જનધન યોજના, વીમા સુરક્ષા, અટલ પેન્શન યોજના,પરિવારની સગર્ભા બહેનને જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના,વન નેશન,વન રાશન યોજના જેવી સામાજિક સુરક્ષાની યોજનાનો પણ લાભ આપવામાં આવે છે. આમ, આ યોજના નાના વેપારીઓ માટે વરદાનરૂૂપ સાબિત થાય છે. આ તકે હું તમામ લાભાર્થીઓનો, બેંકોનોઅને રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફનો આ યોજનાને સફળ બનાવવા બદલ આભાર વ્યકત કરૂૂ છુ. ચાલો, આપણે સૌ સાથે મળીને આપણા શહેરને વધુ સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવીએ.