ગુજરાત

શહેરના 87 હોકર્સઝોન માટે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી બનાવાશે

Published

on

રાજકોટ શહેરમાં મુખ્યમાર્ગો ઉપરથી શાકભાજી સહિતના ફેરિયાદઓના લારી-ગલ્લાઓ ઉપાડવાની કામગીરી દરરોજ મનપા દ્વારા કરવામાં આવી રહી છે. આ સમસ્યા હલ કરવાની સાથો સાથ શેરીફેરિયાઓની રોજી રોટી ન છીનવાઇ અને ટ્રાફિક સહિતની સમસ્યા પણ ન સર્જાય તે માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં 87 હોર્ક્સ ઝોન બનાવવામાં આવ્યા છે. સરકારના આદેશ મુજબ હવે સ્ટ્રીટ વેન્ડીંગ કમિટી પણ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેશન સહિત અલગ-અલગ વિભાગોના અધિકારીઓ, સરકાર નિયુક્ત સભ્યો સાથે હોર્ક્સ ઝોનના 6 ફેરિયાઓને પણ સભ્ય તરીકે સ્થાન આપવામાં આવશે. 87 હોર્ક્સ ઝોનમાંથી 6 સભ્યોની પસંદગી કરવા માટે આગામી દિવાળીના તહેવાર બાદ કોર્પોરેશન દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈએ જણાવ્યું હતું.


મહાનગરપાલિકાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આજે સ્ટ્રીટ વેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કમિટીમાં નિયમાનુસાર સરકાર અને બિન સરકારી સભ્યોની સાથે હોર્ક્સ ઝોનના 6 સભ્યોનો પ્રતિનિધિ તરીકે સમાવેશ કરવામાં આવશે. હાલ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 87 હોકર્સ ઝોન આવેલા છે. જેમાંથી 6 સભ્યોની પસંદગી કરવાની હોય જેના માટે દિવાળી બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તમામ હોર્ક્સ ઝોનમાં થડો ધરાવતા ફેરિયાઓ સાથે મિટીંગ યોજવામાં આવશે અને તેઓને કમિટીની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. હોર્ક્સ ઝોનની બહાર રેંકડી-કેબિન અને પાથરણા વાળાઓનું દબાણ થઇ જતું હોવાના કારણે અંદર બેસતા ધંધાર્થીઓને પૂરતો ધંધો મળતો નથી.

આવી પણ કેટલીક ફરિયાદો ઉઠી છે. જેને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં દબાણ હટાવની કામગીરીનો સ્ટાફ વધારવામાં આવશે. હોર્ક્સ ઝોનની બહાર દબાણના કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઇ છે. જેનો કાયમી નિવેડો લાવવા માટે સતત રાઉન્ડ લગાવવામાં આવશે. હોર્ક્સ ઝોનની બહાર ખડકાતા દબાણો દૂર કરવામાં આવશે અને જગ્યારોકાણ વિભાગમાં વધુ સ્ટાફની ભરતી કરી ફેરિયાઓ ઉપર વોચ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version