Site icon Gujarat Mirror

ગોવર્ધન ચોકમાં વિચિત્ર અકસ્માત; કારને ટક્કર મારી સ્વિફટ પાંચ ફૂટની રેલિંગ ઠેકી પલટી ગઇ

શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા છે તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાઇ રહયા છે ત્યારે ગોવર્ધન ચોક પાસે રાત્રીના સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમા ઓવરટેક કરતી વખતે એક કારે અન્ય કારને ઠોકરે ચડાવી હતી અને કારને ઠોકરે ચડાવી કરી રેલીંગ ટપી ગોથુ મારી ગઇ હતી. બંને કારના ચાલકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે મળતી વિગત મુજબ ગોવર્ધન ચોક પાસે રાત્રીના સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમા ઓવરટેક કરતી વખતે એક કારે અન્ય કારને ઠોકરે ચડાવી હતી અને કારને ઠોકરે ચડાવી કરી રેલીંગ ટપી ગોથુ મારી ગઇ હતી.

ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને એકઠા થયેલા લોકોએ ઘટના અંગે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાને પગલે સર્જાયેલો ટ્રાફીક જામ કલીયર કરાવી અકસ્માતમા દર્શન ભાલોડી નામના 38 વર્ષના યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે સર્જાયેલા અકસ્માત અંગે સીસીટીવી ફુટેજ મેળવી તપાસનો દોર લંબાવ્યો છે.

Exit mobile version