RTEના નામે ખાનગી શાળાઓ પર બિનજરૂરી દબાણ બંધ કરો

  ઉના-ગીરગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકો પર RTE Act,તથા અન્ય કાયદાની આડમાં થતી કથિત ગેરવહીવટી કાર્યવાહી, બિનજરૂૂરી દબાણ…

 

ઉના-ગીરગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકો પર RTE Act,તથા અન્ય કાયદાની આડમાં થતી કથિત ગેરવહીવટી કાર્યવાહી, બિનજરૂૂરી દબાણ અને માન્યતા રદ કરવાની ધમકીઓ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ખાનગી શાળાઓ સરકારના શિક્ષણલક્ષી અભિયાનમાં સહયોગ આપવા તૈયાર છે, પરંતુ બળજબરી, દબાણ અને ગેરકાયદેસર રીતે જવાબદારી સોંપવાની પદ્ધતિ સ્વીકાર્ય નથી.

એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ દુધાત સહિત હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે RTE Act,ં 2009ની કલમ 12(1)(c) મુજબ ખાનગી શાળાઓ નબળા અને વંચિત વર્ગના 25 ટકા બાળકોને મફત શિક્ષણ આપી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી રહી છે. તેમ છતાં છેલ્લા કેટલાકસમયથીજિલ્લા અને તાલુકા કક્ષાના કેટલાક અધિકારીઓ દ્વારાખાનગી શાળાના સંચાલકો તેમજ શિક્ષકો પર કાયદાનું ખોટું અર્થઘટન કરી વિવિધ પ્રકારનું દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રજૂઆતમાં જણાવાયું છે કે કેટલીક શાળાઓ માત્ર ધોરણ 8 સુધી માન્યતા ધરાવે છે.

તેમ છતાં ધોરણ 8 પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ અપાવવા માટે આવી શાળાના આચાર્ય અને શિક્ષકો પર ૠજ ઙજ્ઞિફિંહ મારફતે દબાણ કરવામાં આવે છે. એસોસિએશને માંગણી કરી છે કે ધોરણ 8 પાસ થયેલા વિદ્યાર્થીને ધોરણ 9માં પ્રવેશ આપવાની જવાબદારી માધ્યમિક શાળાની નક્કી કરવામાં આવે અને પ્રાથમિક શાળાઓને તેમનીમાન્યતાબહારના ધોરણમાં પ્રવેશ માટે જવાબદાર ન ઠેરવવામાં આવે.
એસોસિએશને કેટલાક નવા શાળાઓને UDISE કોડ ફાળવાયા વિના RTE હેઠળ વિદ્યાર્થીઓની ફાળવણી થતી હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. શાળાને માન્યતા અને UDISE કોડ બંને જરૂૂરી હોવા છતાં કોડ ફાળવ્યા વિના પ્રવેશ ફાળવણી કરવામાં આવી હોયતોતેનીયોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં રાજકીય બદલાની ભાવનાથી માન્યતા રદ કરવાની ધમકી આપતા અધિકારીઓ સામે પગલાં લેવા ની પણ માંગ કરવામાં આવી છે. એસોસિએશનનો આક્ષેપ છે કે કેટલીક જૂની શાળાઓ સામે એકતરફી હુકમો કરવામાં આવે છે અને માન્યતા રદ કરવાની કાર્યવાહી અંગે દબાણ ઊભું કરવામાં આવે છે.

એસોસિએશને માંગ કરી છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે, એકતરફી આદેશો પાછા ખેંચવામાં આવે, દંડની રકમ અંગે યોગ્ય રાહત આપવામાં આવે અને શાળાઓને જરૂૂરી સુવિધાઓ પૂર્ણ કરવા માટે પૂરતો સમય આપવામાં આવે.

‘બેક ટુ સ્કૂલ’ અભિયાનમાં સહયોગ આપીશું, પરંતુ દબાણ નહીં સહન કરીએ
એસોસિએશને જણાવ્યું છે કે સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને સફળ બનાવવા માટે તમામ સભ્ય શાળા ઓ સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે. જોકે વિદ્યાર્થી ઓ અને વાલીઓનો સંપર્ક કરવો, માહિતી એકત્ર કરવી, રેકોર્ડ તૈયાર કરવો અને નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરવી સમય માંગી લે તેવી કામગીરી છે.તેથી શાળાઓ ને પૂરતો અને વ્યાજબી સમય આપવાની માંગ કરવામાં આવી છે.સાથે જ,જે વાલીઓ સહકાર ન આપેઅથવા સંપર્કમાં ન આવે તેમની વિગતો શાળા દ્વારા શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવે તો તેને શાળાનું સંપૂર્ણ પાલન ગણવામાં આવે અને વિદ્યાર્થીઓને બળજબરીથી પુન:પ્રવેશ અપાવવા માટે આચાર્ય, ક્લાર્ક કે સંચાલકોને જવાબદાર ન ઠેરવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.