બગસરા નર્સિંગ હોસ્ટેલમાં પથ્થરમારાની ઘટના, સુરક્ષા સામે સવાલો

પીઆઇને નર્સિંગની વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂઆત છતા પોલીસની નિષ્ક્રિયતા: દીકરીઓની સુરક્ષાને લઇને વાલીઓ દોડી આવ્યા બગસરામાં આવેલી એ. એન. એમ. ડિગ્રીની સરકારી નર્સિંગ સ્કૂલની 34 વિદ્યાર્થીનીઓની…

પીઆઇને નર્સિંગની વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂઆત છતા પોલીસની નિષ્ક્રિયતા: દીકરીઓની સુરક્ષાને લઇને વાલીઓ દોડી આવ્યા

બગસરામાં આવેલી એ. એન. એમ. ડિગ્રીની સરકારી નર્સિંગ સ્કૂલની 34 વિદ્યાર્થીનીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગત તારીખ 22 ના રોજ રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નર્સિંગ હોસ્ટેલને નિશાન બનાવી વિદ્યાર્થીનીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ભયજનક ઘટનાને પગલે વિદ્યાર્થીનીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ગંભીર સુરક્ષા મુદ્દે આજે મોટી સંખ્યામાં નર્સિંગની વિદ્યાર્થીનીઓના વાલીઓ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા અને આચાર્ય તથા શિક્ષકો સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વાલીઓની રજૂઆત સામે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા અત્યંત બેજવાબદાર નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે, સાંજે શાળાનો સમય પૂર્ણ થયા પછી દીકરીઓની કોઈ જવાબદારી અમારી નથી.

શાળા સંચાલકોના આ પ્રકારના ઉદ્ધત અને જવાબદારી ખંખેરી નાખતા વલણથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે. જો શાળા અને હોસ્ટેલ પ્રશાસન રાત્રિના સમયે વિદ્યાર્થીનીઓની જવાબદારી લેવા તૈયાર ન હોય, તો હોસ્ટેલમાં રહેતી આ દીકરીઓની સુરક્ષાની જવાબદારી આખરે કોની છે તેવો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શાળાના કર્મચારીઓ અને સ્ટાફ અપડાઉન કરે છે, જેના કારણે રાત્રિના સમયે હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ એકલા રહેવા મજબૂર બને છે અને તેમની સુરક્ષા રામભરોષે ચાલી રહી છે. સંચાલકોની આ પ્રકારની ઉદાસીનતા અને બેદરકારીના કારણે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્રના પણ તંત્ર દ્વારા લીરા ઉડાડી દેવામાં આવ્યા હતા.

કોઈપણ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં સ્થાનિક તંત્ર અને પોલીસ વહીવટી દ્વારા આ મામેરે કડક પગલાં લેવામાં આવે તથા હોસ્ટેલ અને નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીનીઓને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવેલ નથી બગસરા પોલીસ સ્ટેશન ના પી.આઈ ગોલ વેલ કર ને પણ. લેખિતમાં અરજી અને રજૂઆત છોકરીઓ અને પહેલા થોડાક દિવસો પહેલા પણ કરી હતી છતાં પોલીસે કોઈ ધ્યાન આપેલ ન હોય તેના લીધે નર્સિંગની વિદ્યાર્થીનીઓમાં નારાજગી જોવા મળી હતી કોઈપણ જાતની સલામતી ન હોય અને સતત ભયનો માહોલ રાત્રી સમયે જોવા મળે છે છતાં પોલીસે કોઈપણ જાતના પગલાં લીધા નથી.પ્રિન્સિપાલને પૂછતાં તેમણે જણાવ્યું કે આ બધી છોકરીઓની સાંજ 5 પછી મારી જવાબદારી નથી મારો ઓફિસ ટાઈમ સાંજે 5 વાગ્યાં સુધીનો છે ત્યાર બાદ મારી કોઈ જવાબદારી નથી. દીકરીઓની હોસ્ટેલ હોવાથી મહિલા વોર્ડનની નિમણૂક કરવામાં આવતી હોય છે પરંતુ હાલ તેની જગ્યા ખાલી છે.

તેથી આ ખાલી જગ્યા નો ચાર્જ કોની પાસે છે આ એક પ્રશ્ન બાબતે કોઈ પણ જવાબ આપી શક્યું ન હતું.
નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીનીઓ જ્યાં શિક્ષણ મેળવે છે તે બિલ્ડીંગ જર્જરીત સ્થિતિમાં છે અને આ દીકરીઓને કર્મચારીઓ માટે બનેલા ક્વોટર્સમાં હોસ્ટેલ ફાળવેલ હોવાથી તેમાં રહેવું પડે છે. હાલમાં પીવાના પાણીની જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ત્યાં અભાવ છે.