આંતરરાષ્ટ્રીય
હવે અમેરિકામાં ઘુસણખોરી બંધ: ચૂંટાતાની સાથે જ ટ્રમ્પની ગર્જના
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના ઈતિહાસમાં આ એક મોટી જીત છે અને હવે અમે અમારા વચનો પૂરા કરવાનું શરૂૂ કરીશું. તેમણે કહ્યું કે અમે યુદ્ધ ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને ઘૂસણખોરી સંપૂર્ણપણે ખતમ થઈ જશે. હવે કોઈ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે. કમલા હેરિસ પર મોટી જીતનો દાવો કરતા તેમણે કહ્યું કે તેઓ 315 વોટ મેળવીને રાષ્ટ્રપતિ બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જીત બાદ ભાષણ આપતા કહ્યું કે આ અમેરિકાની જીત છે અને હવે સુવર્ણ યુગની શરૂૂઆત થશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના ઈતિહાસમાં આ એક મોટી જીત છે અને હવે અમે અમારા વચનો પૂરા કરવાનું શરૂૂ કરીશું. તેમણે કહ્યું કે અમે યુદ્ધ ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને ઘૂસણખોરી સંપૂર્ણપણે ખતમ થઈ જશે. હવે કોઈ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે જ ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનનો નાશ કર્યો છે.
આ દરમિયાન તેમણે ચૂંટણીમાં તેમને સમર્થન આપનાર ઈલોન મસ્કની પણ પ્રશંસા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે તેઓ ખૂબ જ શાનદાર વ્યક્તિ છે. ફ્લોરિડામાં ભાષણ આપતી વખતે ટ્રમ્પે કહ્યું કે એલન મસ્ક સુપર જિનિયસ છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે મોટી સંખ્યામાં એવા લોકોને પાછા મોકલીશું જેઓ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા છે. તેમણે કહ્યું કે અમારા કરદાતાઓના પૈસા આવા લોકો પર ખર્ચવામાં આવી રહ્યા છે. અમે આ પર રોક લગાવીશું. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં વારંવાર પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ યુદ્ધ બંધ કરશે. હવે માનવામાં આવી રહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ આવી શકે છે.
એ જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને દાવો કર્યો હતો કે બેન્જામિન નેતન્યાહુ તેમના સારા મિત્ર છે. હું તેમની સાથે વાત કરીને યુદ્ધ બંધ કરીશ. નિષ્ણાતોનું કહેવું છે કે આ પરિણામો એ પણ દર્શાવે છે કે અમેરિકનો નથી ઈચ્છતા કે તેમના દેશના પૈસા યુદ્ધમાં ખર્ચવામાં આવે. તેથી જ તેણે ડોનાલ્ડ ટ્રમ્પને વ્યાપક સમર્થન આપ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પણ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે અને તેઓ તેમની કડક ભાષા અને નિર્ણયો માટે જાણીતા છે.