એડહોક નિર્ણયો બંધ કરો: નીટ પેપર લીક મામલે દેખરેખ રાખશે સુપ્રીમ

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG માં થયેલી ગડબડ અને પેપર લીકની ઘટનાઓ બાદ હવે દેશની સર્વોચ્ચ અદાલત આ મામલે ગંભીર બની છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્પષ્ટ…

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG માં થયેલી ગડબડ અને પેપર લીકની ઘટનાઓ બાદ હવે દેશની સર્વોચ્ચ અદાલત આ મામલે ગંભીર બની છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્પષ્ટ કર્યું છે કે તે NEET પરીક્ષાઓમાં પેપર લીક રોકવા માટે લેવામાં આવતા તમામ પગલાંનું પોતે નિરીક્ષણ કરશે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સુધારાત્મક પગલાંની પ્રગતિ અંગે વિગતવાર અહેવાલ આપવા આદેશ આપ્યો છે.
જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની પીઠે આ મામલે મહત્વપૂર્ણ સુનાવણી કરી હતી. બેંચે કેન્દ્ર સરકાર અને ગઝઅ ને એક વિગતવાર સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે માત્ર કામચલાઉ કે એડ-હોક પગલાં ભરવાને બદલે સંસ્થાકીય સુધારા કેવી રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે તેની સંપૂર્ણ સ્પષ્ટતા સોગંદનામામાં હોવી જોઈએ.
હાઈ-પાવર્ડ કમિટીની ભલામણો અમલમાં મૂકવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી મુખ્ય 10 વર્ટિકલ્સ (વિભાગો) ની પ્રગતિની માહિતી માંગી છે.

કાયમી અને સુરક્ષિત લીક-પ્રૂફ વ્યવસ્થા આગામી વર્ષથી કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ ની તૈયારી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને માહિતી આપી હતી કે તે પેપર લીક રોકવા માટે કેટલાક અત્યંત કડક પગલાં ભરી રહી છે. ગઝઅ આગામી વર્ષથી NEET-UG પરીક્ષાને ’કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ’ફોર્મેટમાં આયોજિત કરવાનું આયોજન કરી રહી છે. જ્યારે ગઝઅ આગામી વર્ષથી NEET-UG પરીક્ષા કમ્પ્યુટર આધારિત કરવાનો વિચાર કરી રહી છે, ત્યારે સરકાર સાયબર સિક્યુરિટી અને ડેટા પ્રોટેક્શન ક્ષેત્રે નક્કર અને મજબૂત પગલાં લે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવી, કેન્દ્ર સરકાર અને ગઝઅ ને સુધારાત્મક પગલાંનો વિગતવાર રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે તમામ સુધારાઓનું નિરીક્ષણ કરશે અને માત્ર એડ-હોક નહીં, પરંતુ કાયમી સુધારા લાવવા પર ભાર મૂક્યો છે. આગામી વર્ષથી ગઊઊઝ પરીક્ષા ઈઇઝ ફોર્મેટમાં લેવા પર પણ વિચારણા ચાલી રહી છે.