ગુજરાત

ધ્રાંગધ્રાના કોંઢ ગામે બે જૂથ વચ્ચે ધિંગાણામાં પથ્થરમારો-એસીડ એટેક

Published

on

ધ્રાંગધ્રાથી કોંઢ જતા સમયે રોડ ઉપરની દુકાને વસ્તુ લેવા અને વાહન અથડાવા જેવી નજીવી બાબતે ગંભીર રૂૂપ ધારણ કરતા પથ્થરમારા, એસિડ એટેક અને મારામારીની પોલીસની હાજરીમાં ઘટના બની હતી. ત્યારબાદ પોલીસે સામસામે 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી બેની ધરપકડ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા બાદ જામીન ફ્ગાવતા તમામને જેલ હવાલે કરાયા છે.


પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના યુવકો કોંઢના રસ્તા ઉપરની દુકાન પાસેથી જતા સમયે બાઈક સામે નાંખવા અને વસ્તુ લેવા ઉભા રહ્યા બાદ નજીવી બાબતે બોલાચાલી બાદ ઝઘડો થતા બંને જૂથ સામસામે આવી ગયા હતા. આ સમયે પથ્થરમારો, એસિડ એટેક, કેબિન અને વાહનોમાં દોડફેડ ધારિયાથી હુમલાની ઘટના બની હતી. ત્યારબાદ ઇન્ચાર્જ પી.આઈ.કે.એસ.ઝનકાત સહિતનો સિટી પોલીસનો કાફ્લો ઘટના સ્થળે પહોંચી ગયા બાદ પોલીસની હાજરીમાં પથ્થરમારા અને એસિડએટેક મારામારી ચાલુ હતી.આ બાબતે સામસામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં કોંઢના સંજયસિહ ધર્મેન્દ્રસિહ ઝાલા કોંઢ જતા સમયે યુવકે ગાડી સામે બાઈક નાખી ટોળાએ ગાળાગાળી કરી એસિડ ફેંકી ધારિયા વડે હુમલો કર્યાની સંજયભાઈ ઉર્ફે ડાકુ, કેતનભાઈ ઉર્ફે નફે મકવાણા, નીતિનભાઈ દલવાડી, નયનભાઈ ચૌહાણ અને અજાણ્યા સ્ત્રી -પુરુષો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સામે પક્ષે દુકાને વસ્તુ બાકીમાં આપવાની ના પાડતા બલભદ્રસિહ જાડેજા, ક્રીપાલસિહ જાડેજા, કનકસિહ ભૂપતસિહ ઝાલા, શક્તિસિહ શંભુસિહ ઝાલા, કીર્તિસિહ શક્તિસિહ ઝાલા, સંજયસિહ ધર્મેન્દ્રસિહ ઝાલા, બ્રિજરાજસિહ અરવિંદસિહ ઝાલા અને અજાણ્યા શખ્સોએ ધારિયા વડે હુમલો કરી બંધુક બતાવી કેબિન, બારીબારણા અને વાહનમાં તોડફેડ કરી મહિલાના જેઠ હરજીભાઈને ધારિયું માર્યાની સાત સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ્ ઝગડા સમયે પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ કે. એસ. ઝ્ન્કાત પોલીસ સ્ટાફ્ સાથે હાજર હતા અને ફરિયાદી મહિલાએ ઝગડા સમયે બંદૂક બતાવ્યાનો જ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યા બાદ સિટી પોલીસે પાછળથી ફયરીંગની કલમનો ઉમેરો કરતા પોલીસની કામગીરી સામે શંકા સેવાઈ રહી છે. આમ ધ્રાંગધ્રા એ.પી.એમ.સી.ના ચેરમેન અને કરણી સેનાના પ્રમુખ સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. આ બાબતની આગળની તપાસ સિટી પોલીસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version